રાહુલ ગાંધી પ્રકાશ આંબેડકરને સન્માનજનક સીટ આપે તો હું મહાગઠબંધનમાં જોડાઇશ

0
189

એઆઈએમઆઈએમ પ્રમુખ અસુદ્દીન ઔવેસીનું મોટું નિવેદન
નાંદેડ,તા.૧૮
૨૦૧૯ લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસની સાથે ગઠબંધનના સવાલ પર AIMIM પ્રમુખ અસુદ્દીન ઔવેસીએ રાહુલ ગાંધીની સામે એક શરત રાખી છે. મહાગઠબંધનના સવાલ પર બોલતા ઔવેસીએ કહ્યું કે, તેઓ રાહુલ ગાંધીની સાથે કરાર કરવા તૈયાર છે, પરંતુ તેમની એક શરત છે. ઔવેસીએ શરત રાખી છે કે, જા રાહુલ ગાંધી મહારાષ્ટ્રના દલિત નેતા પ્રકાશ આંબેડકરને સન્માનજનક સીટ આપે તો તેઓ મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે.
ઔવેસીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે, મને અહીં કોઈ સીટ નથી જાઈતી. પરંતુ હું ઈચ્છુ છું કે મારા મોટા ભાઈ પ્રકાશ આંબેડકરને સન્માનજનક સીટ મળે. ઔવેસીએ આટલેથી અટક્્યા ન હતા. તેમણે રાહુલ ગાંધીની તરફ ઈશારો કરતા કહ્યું કે, તમે કહ્યું કે પ્રકાશ આંબેડકર સાથે વાત કરીશું, પરંતુ એમઆઈએમ સાથે નહિ. સાંભળો રાહુલ ગાઁધી. સાંભળો અશોક ચૌહાણ…હું દ્રઢ વિશ્વાસ, જવાબદારી અને ગંભીરતાની સાથે રાહુલ ગાંધી અને શરદ પવારને કહું છું કે, જા તમને એમઆઈએમથી તકલીફ છે, તો હું તમને બતાવી દેવા માંગું છું કે, તમે મારા મોટાભાઈ પ્રકાશ આંબેડકર સાથે વાત કરો. તેમને સીટ આપો, જે તેના હકદાર છે. હું એક પણ સીટ નથી ઈચ્છતો.
ઔવેસીએ કહ્યું કે, કોંગ્રેસ પ્રકાશ આંબેડકરને જેટલી પણ સીટ આપશે, ઔવેસી તમારો આભારી રહેશે. બોલો અશોક ચૌહાણ… શું તમે તૈયાર છો? તમે બહુ જ મોટી વાત કરો છો, આજે હું તમને ઓફર આપી રહ્યો છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY