ભરૂચના નંદેલાવ પાસે આવેલ રંગ હોટેલ સામે ઠલવાતા કચરાની દુર્ગંધથી સ્થાનિકો પરેશાન : પ્રજા આંદોલનના મૂડમાં

0
141

ભરૂચ:
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ હોટલ રંગ ઇન સામે બ્રિજની બાજુની સાઈડ પર નગરપાલિકા દ્રારા શહેરભરનો કચરો ઠાલવવવા માટે ડંપિંગ સાઈડ મંજુર કરવામાં આવી છે.? અને શહેરનો કચરો ત્યાંજ ઠાલવવામાં આવે છે જેની દુર્ગંધના લીધે આજુ બાજુમાં આવેલ સોસાયટીમાં રહેતા સ્થાનિકોના માથાના દુખાવા અને રોગચાળા ની ભીતિ ઉભી થયેલ છે. જેને કારણે કામધેનુ સોસાયટી, રોહિણી નગર,પાવનપુરીના રહીશોએ વારંવાર વહીવટી તંત્ર અને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ નહીં આવતા ગત રાત્રીના સ્થાનિકોએ ભેગા થઈને રાત્રે સળગાવવામાં આવતો કચરો બંધ કરવા માટે સૂત્રોચ્ચારો સાથે મીડિયા સામે ઉગ્ર રજૂઆતો કરી હતી અને જો વહેલી તકે આ સાઈડને બંધ નહીં કરવામાં આવે તો રસ્તારોકો અને ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષો પહેલા કુકરવાડા પાસે પણ નગરપાલિકા ના કચરાનો નિકાલ થતો હતો સ્થાનિકો ની પરિસ્થિતિ પણ આવીજ હતી ત્યારે રહીશોએ આકરો વિરોધ કરતા આ સાઈડ બંધ કરવી પડી હતી.ખરેખર આવા કચરા નો સાયન્ટિફિક રીતે નિકાલ કરવો જોઈએ જેથી પ્રદુષણ ન ફેલાય
પણ ભરૂચ નગરપાલિકા એ જાણે પ્રજાને રંજાડવાનું પણ લીધું હોય જ્યાં ત્યાં કચરાનો નિકાલ કરી ટ્રાસ્પોર્ટર ને ફાયદો કરાવવા નો હોય તેમ નજીક માં કચરો ખાલી કરાવી પ્રજાને રોગિષ્ટ બનાવવા ઉતારું બન્યા હોય તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે
વળી આવતા જતા અધિકારીઓ પણ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવે છે તેમ પ્રજા કહી રહી છે, પર્યાવરણની જેની જવાબદારી છે તે અધિકારીઓ અને નેતાઓ તથા સમાજ સેવકો આ રસ્તેથી પસાર થતા રહે છે છતા કોઈ નક્કર પગલાં લેવાની નગરપાલિકાને સુચના કેમ નથી આપતા એ પણ તપાસ નો વિષય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પ્રજા કયારે આ પીડામાંથી મુક્તિ મેળવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY