વિધાનસભા ની જેમ જંબુસર જિલ્લા પંચાયત ની દેવલા મહિલા બેઠક કબ્જે કરતી કોંગ્રેસ.

0
84

ભરૂચ જિલ્લા પંચાયતની જંબુસર તાલુકાની દેવલા બેઠકની પેટા ચૂંટણી 21મી ફેબ્રુઆરીનાં રોજ યોજાઈ હતી,આ બેઠક પર કોંગ્રેસ માંથી વિલાસબેન પ્રવીણભાઈ પઢીયાર અને ભાજપ માંથી લક્ષ્મીબેન રમેશભાઈ ગોહીલે ઉમેદવારી નોંધાવી હતી.

જિલ્લા પંચાયતની દેવલા બેઠકની ચૂંટણીમાં  કુલ 10,428નું મતદાન થયુ હતુ,અને તારીખ 23મી શુક્રવારે જંબુસર પ્રાંત કચેરી ખાતે મતગણતરી કરવામાં આવી હતી.જેમાં ભાજપનાં ઉમેદવાર લક્ષ્મીબેન ગોહીલને 3981 મત જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર વિલાસબેન પઢીયારને 6157 મતો મળ્યા હતા,અને વિલાસબેનનો 2166 મતોથી વિજય થયો હતો,ચૂંટણી દરમિયાન 290 મતો  નોટામાં પડયા હતા
કોંગ્રેસનાં ઉમેદવાર વિલાસબેન પ્રવીણભાઈ પઢીયારનો  વિજય થતા ઉત્સવમય માહોલ છવાય ગયો હતો.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY