અંકલેશ્વરના સારંગપુર ખાતે દોરડું કાપી વાછરડી ગાડીમાં નાખી ઉપાડી ગયા

0
397

અંકલેશ્વર:

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર ના મીરાનગર-૧ ખાતે રહેતા સુદામાસિંહ ભજનસિંહ એશિયન જાતિની  ગાય પાલન માટે લાવ્યા હતા. જોકે આ ગાયને દોઢ વર્ષની વાછરડી પણ હતી, બંને ઘરના આંગણામાં રહેતાં હતા. દરમિયાન ગત રાત્રી એ ત્રણ વાગ્યા ના સુમારે સુદામાંસિંહ એ જાતે જોયું હતું કે આ ગાય અને વાછરડી સહી સલામત છે. પરંતુ વહેલી સવારે જયારે તેઓ જોવા માટે ગયા ત્યારે ગાય હતી પરંતુ વાછરડી ગાયબ હતી. જેથી આજુબાજુ તપાસ કરતા મળેલ નહિ અને  સીસીટીવી ટીવી ના ફૂટેજ માં આ વાછરડીને એક ફોરવિલ ગાડી માં ૨ સકશો પાછળની ડીકી નો દરવાજો ખોલી ફોરવિલ માં નાખતા જોવા મળ્યા હતા. જે અંગે સુદામાંસિંહ એ પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસે આરોપી ને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY