મોટાભાઈ એ નાના ભાઈ ને ઘર બહાર નીકળી જવાનું કેહતા નાનાા ભાઈ ની પત્ની એ 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી..
રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના ગાગર ગામમાં બે ભાઈઓ વચ્ચે ના ઝઘડા બાદ નાના ભાઈ ને પત્ની એ 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લેતા આખરે પરિવાર માં સમાધાન કરાવાયું હતું જેમાં ગાગર ગામ માં રહેતી એક મહિલા સાવિત્રીબેન (નામ બદલ્યું છે ) એ ગતરોજ રાજપીપળા સ્તિથ 181 મહિલા હેલ્પલાઇન ને કોલ કરી જણાવ્યું કે એમના જેઠ રમણભાઈ (નામ બદલ્યું છે ) એમને ઘર ની બહાર જતા રહેવાનું કહી મારવાની ધમકી આપે છે જેથી હેલ્પલાઇન ના કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને પોલીસ કોન્સ્ટેબલ રીનાબેન ગાગર ગયા બાદ બંને ની વિગતો સાંભળતા જેઠ રમણભાઈ ના જણાવ્યા મુજબ આ ઘર એમનું છે અને જમીન જંગલ ખાતા ની હોય એમાં જે ખેડે એની જમીન એવો નિયમ હોવાથી જમીન ના ભાગ પડી ન શકે અને અમે ચાર ભાઈઓ છે ત્યારે નાના ભાઈ કૌશિક (નામ બદલ્યું છે ) અને તેની પત્ની રમીલા ને મેં ઘર મારુ હોય ખાલી કરવા કહ્યું છે જોકે રમીલા ના જણાવ્યા મુજબ એ ઘર માંથી જવા તૈયાર છે પણ હાલ ચોમાસુ હોય અમે ચોમાસા બાદ જતા રહીશું માટે હેલ્પલાઇન ટિમ ના કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે એ રમણભાઈ ને સમજાવી ચોમાસા સુધી રાખવા કેહતા એ તૈયાર થતા આખરે બે ભાઈઓ વચ્ચે ના ઝગડા નું હેલ્પલાઈને સુખદ સમાધાન કરાવ્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



