બાંગ્લાદેશના વૃદ્ધોને મળશે મલ્ટીપલ વિઝા, ભારત સાથે થયા કરાર

0
41

ન્યુ દિલ્હી/ઢાકા,તા.૧૬
બાંગ્લાદેશે એક વાર ફરીથી સહમતી દાખવી છે કે તેઓ ભારત વિરુદ્ધ કોઈ પણ પ્રકારની આતંકી ગતિવિધિઓ માટે પોતાની જમીનનો ઉપયોગ નહીં થવા દે. બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદિઝ્ઝમાં ખાને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત દરમ્યાન કહી હતી. બંન્ને નેતાઓએ આપસમાં સુરક્ષા સાથે જાડાયેલા મુદ્દાઓ પર વાતચીત કરી હતી. રાજનાથ સિંહ બાંગ્લાદેશના ત્રણ દિવસીય પ્રવાસ પર છે.
બેઠકમાં બંન્ને દેશો વચ્ચે આતંકવાદ, સુરક્ષા એજન્સીયો વચ્ચે સહયોગ વધારવા, સરહદ મેનેજમેન્ટ, નકલી મુદ્રા, ડ્રગ અને માનવ તસ્કરી સહીત સુરક્ષા સંબંધી તમામ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ. રાજનાથ સિંહે કહ્યુ હકે અમારી બેઠક સફળ રહી હતી. જ્યારે બાંગ્લાદેશના ગૃહમંત્રી ખાને કÌš કે બાંગ્લાદેશે ભારતને એક વાર ફરીથી સહમતી આપી છે કે પોતાની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ કોઈ પણ આતંકી ગતિવિધિઓ માટે નહીં થવા દે. અમે આતંકવાદ અને ઉગ્રવાદ વિરુદ્ધ જીરો ટોલરન્સની નીતિ પર ચાલશુ.
તેમણે કહ્યુ કે ભારત આતંકવાદ અને ઘુસપેઠ રોકવામાં બાંગ્લાદેશને તમામ પ્રકારની મદદ આપવાની ચાલુ રાખશે. હવે બંન્ને દેશ ઘુસપેઠ સંબંધી સૂચનાઓ પણ પ્રદાન કરશે. આ અંતર્ગત સંશોધિત યાત્રા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. હવે બાંગ્લાદેશી સ્વતંત્રતા સેનાનીયો અને વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષની વેલિડિટીના મલ્ટીપલ વીઝા મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY