નાંદોદ ના ઝૂંડા ફીડર માં અનિયમિત લાઈટો થી ખેડૂતો ત્રાહિમામ

1
22

નાંદોદ ના ઝૂંડા ફીડર માં અનિયમિત લાઈટો થી ખેડૂતો ત્રાહિમામ : પાણી વગર ઉભો પાક ખલાસ થવાના આરે

કરજણ કેનાલમાં પાણી નથી અને કુવા છે તો લાઈટો નથી ખેડૂત ની દયનિય હાલત : ખેડૂતોમાં રોષ

રાજીપળા : નાંદોદ તાલુકાના ઝુંડા, કલીમકવાણા સહીત 10 થી વધુ ગામમાં જ્યોતિ ગ્રામ યોજના અને કૃષિ સિંચાઈ ની લાઈટ નિયમિત આવતી નથી, ઘરોમાં દિવસ માં માંડ એક કલાક લાઈટ રહે છે અને સિંચાઈ યોજનામાં પણ 8 કલાક માંડ આવે છે જેને લઈને આ ખેડૂતોનો ઉભો પાક બગડી રહ્યો છે તો આ બાબતે ખેડૂતોએ વારંવાર જી ઈ બી ની કચેરીએ લેખિત મૌખિક રજૂઆત કરી પરંતુ કોઈ ફર્ક ના પડતા હવે આ ખેડૂતો આંદોલન કરવા મજબૂર બન્યા છે.

રાજપીપલા નજીકના વાવડી, ગોપાલપુર રામપુરા સહીત ઝુંડા ફીડરમાં કલીમકવાણા ગામોમાં લગભગ 500 હેક્ટર જમીનો આવેલી છે જેમાં કેળા શેરડી કપાસ, તુવેર, શાકભાજી સહિતના પાક વાવેલો છે જે આજે પાણી ને કારણે સુકાઈ રહ્યો છે ખેડૂત પાણીનો પોકાર કરી રહ્યો છે પણ પાણી મળતું નથી, તેમની પાસે કુવા, બોરવેલ તો છે પણ લાઈટો નથી કૃષિ સિંચાઈ લાઈનમાં લાઈટો 8 થી 10 કલાક આપવાની સરકાર વાતો કરે છે પણ માંડ એક થી બે કલાક લાઈટો આવે છે જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે માત્ર 15 કિલોમીટર આવેલા નર્મદા ડેમ પર રોજની લાખો રૂપિયાની વીજળી પેદા થાય છે પણ જિલ્લાના લોકોને નિયમિત વીજળી મળતી નથી ત્યારે ઘર ના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ જોવા મળે છે ત્યારે વારંવાર ની રજૂઆતો કરવા છતાં તંત્ર ના પેટનું પાણી હલતું નથી જેથી હવે આ ખેડૂતો આંદોલન ના મૂડમાં છે.

આ બાબતે કલીમકવાણા ગામના વલ્લભ તડવી, અરવિંદ તડવી, રાજુ પટેલ, ગીરીશ પટેલ, સહિતના ખેડૂતો એ જણાવ્યું હતું કે સરકાર 10 કલાક લાઈટો આપવાના વાયદા કરે છે જેની સામે માત્ર 2 કલાક લાઈટો આવે છે. અને જ્યોતિ ગ્રામ યોજનાની લાઈટો આવતી નથી એક બાજુ ડેમનું પાણી છોડતા નથી તો બીજી બાજુ લાઈટો અનિયમિત છે અમારે ક્યાં જવું આ સીઝન પાણી વગર બેકાર જશે તો આમારે આત્મહત્યા કરવી પડે એવો ઘાટ છે જેથી આ ફીડર ચાલુ કરી નિયમિત લાઈટો આપે એવી માંગ સાથે ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

1 COMMENT

  1. Aasarkar chor chhe, bjp je pan kai bole eno vishwas na karay.congress par to pehle thi j vishwas nahoto, bjp par thi uthi gayo.etle bet sarkha j chhe. Chor na Bhai ghanti chor

LEAVE A REPLY