નાંદોદના ગરીબ ખેડૂતો દેવું કરી વીજ જોડાણની અરજી કરે છે, પરંતુ વીજ જોડાણ લેવા જી.ઇ.બી માં ધક્કા ખાવા પડે છે: પી.ડી.વસાવા

0
108

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ નાંદોદના ઉર્જા,ખાણ અને ખનીજ વિભાગના વિવિધ પ્રશ્નો મુદ્દે વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરી,વાયબ્રન્ટ ગુજરાતમાં ખેડૂતોને મફતમાં વીજળી આપવા માંગ.

રાજપીપળા:
હાલ ગુજરાત વિધાનસભામાંનું સત્ર ચાલી રહ્યું છે.જેમાં ધારાસભ્યો પોતાના મતવિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કરી રહ્યા છે.જેમાં 148 નાંદોદ વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ ખાણ,ખનીજ અને ઊર્જા વિભાગના મંત્રીને નાંદોદ મતવિસ્તારના વિવિધ પ્રશ્નો મુદ્દે વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરી હતી.
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના સાગબારા,ડેડીયાપાડા, નાંદોદ અને ગરૂડેશ્વરના કેટલાયે ગામોની શાળાઓમાં અને સસ્તા અનાજની દુકાનોમાં વીજળી પહોંચી નથી.ભૂતકાળમાં દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીએ ભરૂચના દહેજમાં પેટ્રોકેમિકલ્સ સ્થાપી એ વિસ્તારને ઔદ્યોગિક રીતે આગળ લાવવામાં હરણફાળ ભરી હતી.છે્લા 22 વર્ષોથી ગુજરારમાં ભાજપ સરકાર હોવા છતાં કેમ એક પણ નવા વીજ મથક સ્થપાયા નથી,અત્યારે સરકાર ખાનગી કંપનીઓ પાસેથી જે વીજળી ખરીદી રહી છે એ જ પૈસાથી 20 થી 22 જેટલા નવા વીજ મથકો બની જાય લોકોને સસ્તી અને સતત વીજળી મળે એ જવાબદારીમાંથી ભાજપ સરકાર છટકબારી શોધે છે.વાયબ્રન્ટ ગુજરાતમાં ખેડૂતોને મફત વીજળી આપશો તો જ ખરો વિકાસ થશે.હાલમાં એવા પણ કેટલાક વિસ્તારો છે કે જેમાં લાઈટો જતી રહે તો રાત્રે અંધારામાં ખેડૂતોને કામ કરવું પડે છે.14 કલાક ભલે થ્રિ ફેઝ વીજળીનું વચન આપ્યું હોય પણ 24 કલાક સિંગલ ફેઝની વ્યવસ્થા કરો તો પણ ખેડૂતોને મદદ મળી રહે.નાંદોદ વિસ્તારમાં ખેતીવાડીના વીજ જોડાણની લગભગ 1000 અરજીઓ પેન્ડિંગ પડી છે.ગરીબ ખેડૂતો દેવું કરીને દેવું કરીને વીજ જોડાણ માટે અરજી કરે છે તે છતાં એમને વીજ જોડાણ લેવા કચેરીના ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે.ટ્રાયબલ વિસ્તારની વસ્તી અને ભૌગોલિક પરિસ્થિતિને આધારિત નવા સબ સ્ટેશનો ચાલુ કરશો તો જ બીપીએલ અને ગરીબ કુટુંબોને ફાયદો થશે.નાંદોદમાં આવેલી વીજ કચેરીમાં સ્ક્વોડ નથી,ટેક્નિકલ માણસો નથી જેથી લાઈટો જાય તો સ્ટાફને અભાવે પ્રજા પરેશાન થાય છે એમાં સુધારો લાવો એવી રજુઆત કરી હતી. 

રિપોર્ટર – નર્મદા, ભરત શાહ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY