વ્યારા:
તાપી જિલ્લામાં ગત તા. ૧૧મી, માર્ચથી ૧૩મી, માર્ચ દરમિયાન યોજાયેલા પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનના બીજા રાઉન્ડ દરમિયાન ૦ થી ૫ વર્ષના ૬૮૯૯૯ બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી મળતી વિગતો અનુસાર ગત તા. ૧૧મી, માર્ચથી તા. ૧૩મી, માર્ચ દરમિયાન તાપી જિલ્લામાં પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનના બીજા રાઉન્ડ દરમિયાન જિલ્લામાં ૦ થી ૫ વર્ષના ૬૮૯૯૯ બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવી હતી. પ્રથમ દિવસે જિલ્લાના કુલ ૫૮૩ બુથો પર ૫૮૩ ટીમો તથા ૨૮ મોબાઇલ ટીમો દ્વારા પલ્સ પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મેળા, બજારો જેવા જાહેર સ્થળો પર જયાં લોકોની અવર-જવર વધુ હોય તેવી જગ્યાએ મોબાઇલ ટીમ દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજા અને ત્રીજા હાઉસ ટુ હાઉસ રસી પીવડાવવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન આરોગ્ય કર્મચારીઓ, આઇ.સી.ડી.એસ સુપરવાઇઝર, આંગણવાડી બહેનો, ફિમેલ હેલ્થ વર્કરો, આશા બહેનોની સેવા લેવામાં આવી હતી. સુપરવિઝન, મોનીટરીંગ અને ક્રોસચેકીંગ માટે સુપરવિઝન ટીમોની પણ સેવા લેવામાં આવી હતી. જિલ્લા કલેકટર એન.કે ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં જિલ્લાના ૧૦૦ ટકા ઘરોને આવરી લેવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદભાઇ પટેલ તરફથી જણાવાયું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"