વડોદરાના કોલ સેન્ટરમાં લંચ લીધા બાદ બત્રીસ કર્મચારીઓને થયું ફૂડ પોઈઝનિંગ

0
62

વડોદરા,૦૧/૦૩/૨૦૧૮

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા એક કોલ સેન્ટરમાં ટ્રેનિંગ લેવા માટે આવેલા ૩૨થી વધુ ટ્રેઈની કર્મચારીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમને રાત્રે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.અંદાજે ૩૨ જેટલા કર્મચારીઓને અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બીજા દિવસે તમામની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના છાણી વિસ્તારમાં કોજન્ટ નામનું કોલ સેન્ટર આવેલું છે. જેમાં હાલ ૧૪૦ જેટલા નવા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મંગળવારે બપોરના સમયે તમામ ટ્રેઈનીને ફીકસ લંચ આપવામાં આવ્યું હતું. જેમાં છોલે, રોટી, દાળ અને ચાવલ હતા. લંચ લીધા બાદ ૩૨જેટલા ટ્રેઈનીને મોડી સાંજે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.રાત્રે આ તમામ લોકોની હાલત વધુ કથળતા તેમને સારવાર માટે એમ્બ્યુલન્સ અને રિક્ષા મારફતે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.કોલ સેન્ટરના બે અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, લંચ કર્યા બાદ ૧૪૦ પૈકી ૩૨ થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા ટ્રેઈની કર્મચારીઓમાં મોટાભાગના મહારાષ્ટ્રથી આવેલા છે.કોલ સેન્ટરમાં નોકરી કરતા એક યુવકે જણાવ્યું હતું કે, લંચમાં જે જમવાનું આપવામાં આવ્યું હતું તેમાં છોલે એકદમ કાચા હતા.જ્યારે આ અંગે કોલ સેન્ટરના અધિકારીઓને પૂછવામાં આવતા તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.કોલ સેન્ટરમાં અગાઉ કેટરરનો અન્યને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ તેનું જમવાનું સારૂ ન હોય કોલ સેન્ટરે આજે લંચનો કોન્ટ્રાકટ અન્ય કેટરરને આપ્યો હતો.મંગળવારે આ કેટરરે પહેલી વખત ફીકસ લંચ મોકલ્યું હતું. જેને ખાધા બાદ ૩૨ થી વધુ કર્મચારીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY