ભરૂચ,૦૩/૦૨/૨૦૧૮
આજ રોજ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ અરુણોદય બંગલોઝમાં રહેતા કલ્પેશ વી પટેલ આજે સવારે ૭ વાગે પોતાના ઘરેથી રાબેતા મુજબ સાયકલ લઈને સુરત ખાતે ખાનગી દુકાનમાં નોકરી જવા માટે નીકળ્યા હતાં તે દરમ્યાન કોઈ અજણાયા ઈસમો દ્રારા એમ. કે. કોલેજના પાછળના રસ્તે જે જ્યોતિનાગર નીકળે છે ત્યાં કલ્પેશને આંતરી આંખોમાં મરચાંની ભુક્કી નાખી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધેલ હતો. જે અંગેની જાણ તેના પરિવાર જનોને થતા તેવો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. પરિવારજનો ના હૈયાફાટ રૂદનથી ત્યાં હાજર લોકોની આંખો પણ ભીંજાઈ ગઈ હતી.જે અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને કરતાં પોલીસ ઇન્સપેટર સહિત ડી.વાય.એસ.પી નો કાફલા એ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં થોડાં દિવસોથી ભરૂચ શહેરમાં ગુનેગારો જાણે બે ખોફ થઈ ગયા હોઈ તેન ગુન્હા બની રહ્યા છે.સવારના સમયે થયેલ આ હત્યાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




