સુરત, તા.૧૨
નાનપુરા સ્થિત સમર બ્રિજ એપાર્ટમેન્ટમાં રહેતા નેપાલી યુવાનો ફાંસો ખાઈ આપઘાત કરતા અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નાનપુરા પોપટ મહોલ્લા ખાતે રહેતો કેસર કુંવર ઉ.વ. ૨૪ સમર બ્રિજ એપાર્ટમેન્ટ ખાતે નોકરી કરતો અને ત્બ્યાં જ રહેતો હતો. કેસર કુંવરની પત્ïની આજુબાજુના ઘેરામાં સફાઈ કામ કરે છે. ગત સાંજે સફાઈ કામ પતાવીને ઘર પાછી આવી ત્યારે ઘરમાં કેસર કુંવર ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા બૂમાબૂમ શરૂ કરી હતી. પાડોશીઅો ભેગા થઈ જતા બનાવ અંગે પોલીસ તેમજ કેસર કુ઼વરના સંબંધીઅોને જાણ કરી હતી. કેસર કુંવર ફાંસો ખાધા લટકેલી હાલતમાં મળી આવ્યો ત્યારે તેના બન્ïને પગ જમીન પર ટેકેલા હોવાથી ફાંસો કેવી રીતે લાગી શકે તે અંગે સંબંધીઅો દ્વારા શંકા ઉપજાવી હતી. શંકાના આધારે અઠવા પોલીસ દ્વારા કેસર કુંવર પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પી.એમ. રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






