ચૂંટણી મોસમ છે,અસલ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની કોશિશ : રોબર્ટ વાડ્રા

0
16

ન્યુ દિલ્હી,તા.૨
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રા રોબર્ટ વાડ્રા સામે ગુરૂગ્રામના ખેડકીદૌલામાં જમીન ખરીદવાની બાબતમાં વધુ એક હ્લઇૈં નોંધાવવામાં આવી છે. આ અંગે રોબર્ટ વાડ્રાએ એફઆઇઆરને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આમાં નવું શું છે? ચૂંટણીની મોસમ છે અને ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. અસલ સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે એફઆઇઆર નોંધાવી છે. મારા વર્ષો જૂના કેસોને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. ”
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ના શનિવારે રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુરૂગ્રામના ખેડકીદૌલામાં જમીન ખરીદવાની બાબતમાં રોબર્ટ વાડ્રા અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વિરૂદ્ધ વધુ એક હ્લઇૈં નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત વાડ્રાની કંપની ડીએલએફ અને ઓમકારેશ્વર પ્રોપર્ટીજ વિરૂદ્ધ પણ એફઆઈઆર નોંધાવામાં આવી છે.
આ એફઆઈઆર ધારા ૪૨૦, ૧૨૦મ્, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ એફઆઈઆર નોંધાવવામાં આવી છે. તે ઉપરાંત પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ૧૯૮૮ની કલમ ૧૩ હેઠળ પણ મામલો નોંધાવવામાં આવ્યો છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY