એક ટ્રકમાં ઢાંસી ઢાંસીને ભરેલી નવ ભેંસોને પોલીસે ઉગારી લીધી

0
9

સુરત, તા.૧૨
માંડવી વિસ્તારમાંથી પસાર થતા એક ટ્રકમાં નવ ભેંસોને પોલીસે છોડાવી ડ્રાવર અને કમિશનરની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામના ટ્રક માલિક જાવેદખાન વાહીદખા પઠાણ, સેલંબા જમાદાર ફળિયાના ઈમ્તિયાઝ ફારૂક પઠાણ તથા મસ્જિદ ફળિયાના ન્યાજ મહંમદ મકરાણી વિગેરેïએ ટ્રક નંબર (જીજે-૦૯-ઝેડ-૧૭૯૧)માં ટૂંકા દોરડા બાંધી ખીચોખીચ, અને કૂરતાપૂર્વક ભરી ઘાસચારા વગર લઈને જતા હતા માંડવી પોલીસ મથકના પોલીસ જવાન ચંદ્રસિંહ બાબલાભાઈએ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેમની ટ્રક રોકી ૯ ભેîસોને છોડાવી હતી. જ્યારે ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી હતી. ટ્રક માલિક જાવેદખાન પઠાણને પોલીસ વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસે ગુનો નોîધી તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY