ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ૮ વિકેટે વિજય

0
5

કુલદીપ-ધવનનો જાદુ, સીરિઝમાં ૧-૦થી આગળ
ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષ બાદ ભારતે મેચ જીતી
નેપિયર,તા.૨૩
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતે ૮ વિકેટથી ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી છે. આ સાથે જ સ્કોર ૧-૦ થઇ ગયો છે. પહેલી વિકેટ તરીકે ભારતે રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. રોહિત ૨૪ બોલમાં ૧૧ રન કરીને આઉટ થયો હતો.
બીજે વિકેટ તરીકે ભારતને કપ્તાન વિરાટ કોહલોનો ઝટકો લાગ્યો હતો. કોહલી ૪૫ રનમાં ફર્ગ્યુસનની બોલિંગમાં વિકેટ પાછળ લેથમને કેચ આપી આઉટ થયો. હતો ૧૫૭ રનનો પીછો કરી રહેલી ભારતીય ટીમના ખેલાડીઓને સૂર્યનો પ્રકાશ આવતો હોવાથી મેચ સ્થગિત કરવામાં આવી હતી.
જાકે થોડા સમયના વિરામ બાદ મેદાન સાફ થઇ જતા મેચને ફરી શરૂ કરવામાં આવી હતી. સિરીઝની પ્રથમ મેચ દરમિયાન ભારતીય બોલરોનો પણ સારો દબદબો રહ્યો હતો. આ સિરીઝની સાથે જે મોહમ્મદ શમીએ એક નવો જ રેકાર્ડ પોતાના નામે કર્યો હતો.
આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડ સામે મોહમ્મદ શમીએ ૩ વિકેટ ઝડપીને ભારત માટે સૌથી ઝડપી ૧૦૦ વિકેટ લેનાર બોલર બન્યો ગયો છે. ભારત માટે કુલદિપ યાદવે ૪, મોહમ્મદ શમીએ ૩, યૂઝવેન્દ્ર ચહલે ૨ અને કેદાર જાધવે ૧ વિકેટ લીધી હતી.
પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૧૫૭ રનમાં ઓલઆઉટ થઇ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કપ્તાન કેન વિલિયમ્સને ૩૬મી અર્ધ સદી ફટકારી ૬૪ રન કર્યા હતા અને તેમના પછી રોસ ટેલરે સૌથી વધુ ૨૪ રન કર્યા હતા. બાકી ટીમના ખેલાડીઓ દ્વારા કંઇ ખાસ સારું પ્રદર્શન દાખવવામાં આવ્યું નહોતું.
જ્યારે ન્યૂઝીલેન્ડની છેલ્લી વિકેટ તરીકે યાદવે બોલ્ટને કેચ આઉટ કર્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન બોલ્ટ ૧૦ બોલમાં માત્ર ૧ રન જ કરી શક્્યો હતો. આ સાથે જ ભારતની ટીમને જીતવા માટે ૧૫૮ રનનો લક્ષ્યાંક આપીને ન્યૂઝીલેન્ડની ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી.
કોહલીના આઉટ થયા બાદ ઓપનર શિખર ધવન અને અંબાતી રાયડૂએ મેચમે સંભાળી અંજામ સુધી પહોંચાડી હતી. ૧૦૩ બોલમાં ૭૫ રન કરીને નોટ-આઉટ રહેલા ઓપનર શિખરે આ મેચના ટોપ બેસ્ટમેનમાં સ્થાન મેળવી લીધુ છે. જ્યારે શિખર બાદ મેચ દરમિયાન સૌથી વધારે રન ફટકારનાર ખેલાડીમાં ન્યૂઝીલેન્ડના કપ્તાન કેન વિલિયમ્સનનું નામ આવે છે જેણે ૩૬મી અર્ધ સદી ફટકારી ૬૪ રન કર્યા હતા.
ન્યૂઝલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. કિવીઝ વતી વિલિયમસને સૌથી વધુ ૬૪ રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડમાંથી સેન્ટનર અને સાઉધીએ એક-એક સિક્સ ફટકારી હતી. આ સિવાય મેચમાં કોઈપણ બેટ્‌સમેને સિક્સ ફટકારી નહતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY