પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહથી પોતાનો કાર્યભાર ગ્રહણ કરશે
લખનઉ,તા.૨૩
કાંગ્રેસ પાર્ટીએ ‘કરો યા મરો’ની ચૂંટણી બનેલ આગામી લોકસભા ચૂંટણીની બરાબર પહેલાં ‘હુકમનો એક્કો’ રમી લીધો છે. ઘણી સમયની ચર્ચાઓ બાદ કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા વાડ્રા ગાંધીની બુધવારે સક્રિય રાજકારણમાં એન્ટ્રી થઇ ગઇ અને કાંગ્રેસે તેમને મહાસચિવ બનાવાની જાહેરાત કરી છે. તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે.
પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહથી પોતાનો કાર્યભાર ગ્રહણ કરશે. પાર્ટીએ આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાને એઆઇસીસીના મહાસચિવ બન્યા છે. તેમને પશ્ચિમી યુપીની જવાબદારી સોંપવામાં આવી છે. આની પહેલાં મધ્યપ્રદેશમાં તેમને ડેપ્યુટી સીએમ બનાવાની અટકળો હતી. અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી રહી ચૂકેલા ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી બનાવ્યા છે. કે.સી.વેણુગોપાલ કાંગ્રેસ સંગઠનના પ્રભારી હશે.
કાંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાએ પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પ્રિયંકાને જે જવાબદારી સોંપાઇ, તે ખૂબ જ અગત્યની છે. તેની અસર માત્ર પૂર્વી યુપી પર જ નહીં પડે, પરંતુ ઉત્તર પ્રદેશના અન્ય વિસ્તારો પર પણ પડશે.
પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આવવાની અને તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની કમાન સોંપવી કાંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક મનાય છે. આ ક્ષેત્રની કેટલીય સીટો પર કાંગ્રેસનો સારો પ્રભાવ છે. ફૂલપુરના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ સાંસદ હતા. ઇલ્હાબાદ, પ્રતાપગઢ, વારાણસી, મિર્ઝાપુર સહિતના કેટલાંય જિલ્લામાં કાંગ્રેસનો સારો પ્રભાવ છે.
યુથ કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે, ‘ખૂબ ખૂબ અભિનંદન પ્રિયંકા ગાંધીને, ઉત્તર પ્રદેશ પૂર્વ માટે કોંગ્રેસના મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ. અમને વિશ્વાસ છે કે તમારી સક્ષમ નેતાગીરી હેઠળ પાર્ટી જ્વલંત વિજય હાંસલ કરશે.’
પ્રિયંકાની નિયુક્તિની જાહેરાત કોંગ્રેસે એક અખબારી યાદીમાં કરી છે. આ મહત્વના પદ પર એમની નિમણૂક એમનાં ભાઈ તથા પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ કરી છે. પ્રિયંકા આવતી ૧ ફેબ્રુઆરીથી એમનો હોદ્દો સંભાળશે. હાલ તેઓ વિદેશમાં છે.
કોંગ્રેસના સિનિયર નેતા મોતીલાલ વોરાએ કહ્યું કે, પ્રિયંકાને આપવામાં આવેલી જવાબદારી ઘણી જ મહત્વની છે. એનાથી માત્ર પૂર્વીય ઉત્તર પ્રદેશનું જ રાજકારણ નહીં, પણ બીજા પ્રદેશોમાં પણ અસર ઉપજાવશે.
કહેવાય છે કે પ્રિયંકાના આવવાથી આ ક્ષેત્રના કાર્યકર્તામાં નવો જાશ આવશે. પ્રિયંકાની સક્રિય રાજકારણમાં એન્ટ્રી એવા સમય પર થઇ છે જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કાંગ્રેસને મહાગઠબંધનમાં જગ્યા આપી નથી. પહેલાં પણ કાંગ્રેસ કહેતી રહી છે કે તેઓ આ વખતે સામાન્ય લોકસભા ચૂંટણીમાં જાદુઇ પ્રદર્શન કરશે અને આ નિર્ણય તેની કડીનો જ એક હિસ્સો મનાય છે. રાજકીય નિષ્ણાતોના મતે વેસ્ટ યુપીમાં કાંગ્રેસ ખૂબ નબળું છે. એવામાં પ્રિયંકા ગાંધી પર મોટી જવાબદારી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




