ન્યુ દિલ્હી,તા.૧૭
રાષ્ટ્રીય બાળ અઘિકાર સંરક્ષણ આયોગની મદદથી છેલ્લાં ૫ વર્ષમાં રેલ્વે સુરક્ષા બલે દેશનાં મોટા ૮૮ સ્ટેશન પરથી ૪૩ હજાર બાળકોને બચાવ્યાં છે અને ઘરે પહોંચાડ્યાં છે. રેલ્વે સુરક્ષા બલનાં અધિકારી અરૂણ કુમારે કÌš કે આ વર્ષને મહિલા અને બાળકોની સુરક્ષા માટે જાહેર કરવામાં આવશે. તેમજ બાળકો માટે એક વિશેષ હેલ્પલાઈન શરૂ કરી છે. રેલ્વેના કર્મચારીઓને આ બાબતની ટ્રેનિંગ પણ આપે છે. ૨૦૧૫માં જ્યારે આ કાર્યક્રમ શરૂ કર્યો ત્યાર પછીનાં આકડા પ્રમાણે બાળકોને બચાવવાની સંખ્યામાં ઘણો વધારો થયો છે.
એનસીપીસીઆર એ આવા બાળકોને બચાવવામાં રેલ્વેને ખુબ મદદ કરી છે. એક સર્વેમાં એવુ પણ સાબિત થયું છે કે બાળકોને છોડવા માટે રેલ્વે સ્ટેશનનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ કાર્યક્રમ શરૂ થયા પહેલા ૨૦૧૪માં ૫૨૯૪ બાળકોને બચાવવામાં આવ્યા હતા. આ આકડાઓ વધીને ૨૦૧૫માં ૭૦૪૪ જેટલાં થયાં છે. પછી ૨૦૧૬માં ૮૫૯૩, ૨૦૧૭માં ૧૧,૧૭૮ અને આ વર્ષે ઓક્ટોમ્બરમાં ૧૧,૧૫૧ બાળકોને બચાવવામાં આવ્યાં છે.
જનહિત ફાઉન્ડેશનનાં નિર્દેશક અનીતા રાણાનુ કહેવું છે કે બાળકોને સૌથી પહેલાં આરપીએફ કર્મચારીઓ પાસે લઈ જવામાં આવે છે. પછી ૧૦૯૮ નંબર પર ફોન કરવામાં આવે છે. એટલે સહાયતા કરનાર ટીમ ત્યાં આવીને બાળકને લઈ જાય છે. ૨૪ કલાકની અંદર બાલ કલ્યાણ સમિતીની પાસે બાળતને હાજર કરવાનું હોય છે. પછી બાળકની ઉમર નક્કી કરવામાં આવે છે. પછી શારિરીક તપાસ અને પછી આશ્રય ઘરમાં લઈ જવામાં આવે છે. પછી તેનાં માતા-પિતાની તપાસ કરીને બાળકને સોંપી દેવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




