લંડન,તા.૧૭
ઇંગ્લેન્ડમાં પાકિસ્તાની મૂળના છ લોકોને સંયુક્ત રીતે ૧૦૧ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તમામ દોષિતોએ ૧૦થી ૨૩ વર્ષની પાંચ છોકરીઓનું શારીરિક શોષણ કર્યું હતું. નેશનલ ક્રાઇમ એજન્સીએ આ આખા ષડયંત્રનો પર્દાફાશ કરીને રોધરહામ ગ્રુમિંગ ગેંગના તમામ સભ્યોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે આરોપીએ વર્ષ ૧૯૯૮થી ૨૦૦૫ન દરમિયાન અનેક સ્કૂલની છોકરીઓને પોતાના હવસનો શિકાર બનાવી હતી. જાતિય શોષણ અને બળાત્કાર કરતા પહેલા આરોપીઓ ડ્રગ્સ અને દારૂ લેતા હતા.
બળાત્કારનો ભોગ બનેલી એક કિશોરીએ તો ૧૪ વર્ષની ઉંમરમાં જ ગર્ભપાત કરાવવો પડ્યો હતો. ગેંગના સભ્યોએ તેને જંગલમાં ઢસડી જઈને તેણી પર બળાત્કાર કર્યો હતો.
કોર્ટે આ કેસમાં મોહમ્મદ ઇમરાન અલી અખ્તર (૩૭), આસિફ અલી (૩૩), તનવીર અલી (૩૭), સલાહ અહમદ ઇલ-હકમ (૩૯), નબીલ ખુર્શીદ (૩૫), ઇકબાલ યુસુફ (૩૪) અને અન્ય એક વ્યકિતને દોષિત ઠેરવીને સંયુક્ત રીતે ૧૦૧ વર્ષની સજા ફટકારી હતી.
તપાસ એજન્સી પ્રમાણે મોહમ્મદ ઇમરાન અલી અખ્તર આ ગેંગનો લીડર હતો. એક કિશોરીએ જણાવ્યું હતું કે, આ ગેંગનો લીડર તેને એક ટેક્સી ડ્રાઇવર પાસે લઈ ગયો હતો. બાદમાં બંનેએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. અન્ય એક કિશોરીએ જણાવ્યું હતું કે અખ્તરે કારની પાછળની સીટમાં તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





