નરેન્દ્ર મોદીનો ૧૭ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે વડાપ્રધાન મોદીના જન્મદિને સુરતમાં ૬૮૦૦ કિલોની ૬૮૦ ફૂટ લાંબી કેક કપાશે

0
26

સુરત,તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પર સુરતમાં વિશ્વની સૌથી લાંબી અને વજનદાર કેક કાપવામાં આવશે. એક બેકરી દ્વારા પીએમ મોદીના ૬૮માં જન્મદિન પર શહેરના ૬૮૦૦ કિલોની ૬૮૦ ફૂટ લાંબી કેક કાપવામાં આવશે જેને ૬૮૦૦૦ લોકો કેકની મજા માનશે.
૧૭મી સેપ્ટમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૬૮ મો જન્મદિવસ છે. તેમના ચાહકો પોતપોતાની રીતે પીએમ મોદીના જન્મદિન ને ઉજવવા માટે તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે સુરતમાં આ દિવસે વિશ્વની સૌથી લાંબી અને વજનદાર કેક બનાવી કાપવામાં આવશે. સુરતની એક બેકરી ૧૭મી સેપ્ટમ્બરના રોજ સાંજે ૫ કલાકે સુવર્ણ ભૂમિ પાર્ટી પ્લોટ પર વિશ્વની સૌથી લાંબી કેક કાપવામાં આવશે.
કેકમાં ૨૨૫ કિલો વે-પ્રોટીન, ૧૧૫૦ કિલો કોકો પાવડર, ૨૫ કિલો કેરમલ, ૧૨૫ કિલો કેક જેલ, ૧૧૫૦ કિલો મેંદો, ૧૫૫૦ કિલો ખાંડ, ૩૫૦ કિલો તેલ, ૧૬૭૫ કિલો ક્રીમનો ઉપયોગ કરવામાં આવશે. કેકને ૧૬ ડિગ્રી ટેમ્પરેચરમાં બનાવમાં આવશે. જેમાં ૨૦ શેફ અને ૩૦ રિપો‹ટગ સ્ટાફ હશે.
બેકરીના સંચાલક નીતિન પટેલે જણાવ્યું છે કે, સમાજના લોકોમાં એકતા વધે તે માટે અલગ-અલગ સમાજના ૬૮૦ લોકો કેક કાપશે. અને દરેક સમાજ એક છીએ એ સંદેશો લોકો સુધી પહોંચાડશે. લોક લાડીલા પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવશે વર્લ્ડ રેકોર્ડ બનશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY