પાનુડા ગામની આદિવાસી મહિલા ને બીજી ડિલિવરી સમયે અચાનક દુખાવો થતા 108 બોલાવાય પરંતુ હોસ્પિટલ લઈ જતા માર્ગ માંજ 108 ના ઈ એમ ટી પ્રિયંકાા વસાવા એ સફળ સુવાવડ કરાવી જેમાં એક બેબી અને એક બાબા એ સમયાંતરે જન્મ આપ્યો
રાજપીપળા :
નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના અંતરિયાળ પાનુડા ગામની શોભનાબેન સંદીઓભાઈ વસાવા (23) નામની ગર્ભવતી મહિલા ને આજે સવારે અચાનક દુખાવો થતા તાત્કાલિક 108 ને કોલ કરતા દેડિયાપદ 108 ના ઈ એમ ટી પ્રિયંકા વસાવા અને પાયલોટ કિરીટ વસાવા ત્યાં ગયા બાદ તાત્કાલિ સારવાર શરૂ કરી મહિલાને ડેડીયાપાડા સરકારી દવાખાને લાવવા નીકળ્યા પરંતુ દવાખાને પોહ્ચે એ પેહલા રસ્તા માંજ વધુ પીડા થતા ઈ એમ ટી પ્રિયંકા વસાવા એ પોતાની સુજ્બુજ થી માતા કે બાળક બે નુકસાન ન થાય એ રીતે સારવાર આપી એમ્બ્યુલન્સ માંજ સુવાવડ કરાવી જેમાં સૌ પ્રથમ સવારે 8-30 વાગે બેબી એ જન્મ આપ્યો ત્યારબાદ 8-58 કલાકે બાબા નો જન્મ થયો હતો અને એમ્બ્યુલન્સ માં થયેલી સુવાવડ સફળ થતા હાલ માતા સાથે બંને સંતાનો ડેડીયાપાડા દવાખાને સ્વસ્થ હોવાનું પ્રિયંકા વસાવા એ જણાવ્યું હતું.આમ 108 કી ટિમ એ રસ્તા માં પણ સફળ સુવાવડ કરાવી એક આદિવાસી મહિલા અને એના બે બાળકો ની સફળ સુવાવડ કરાવી હતી ત્યારે જાણવા મળ્યા મુજબ શોભનાબેન ની આ બીજી સુવાવડ હતી જેમાં એમને બે સંતાનો ને જન્મ આપ્યા હતા .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




