અધધધ ૯૩ લાખમાં વેંચાયુ ટાઈટેનિકનું પહેલું મેન્યૂ કાર્ડ, જાણો શું પીરસ્યું હતું

0
33

ન્યુ દિલ્હી,તા.૧૩
વર્લ્ડ ફેમસ જહાજ ટાઈટેનિક વિશે કોણ નથી જાણતું. ૧૯૧૨માં આઈસબર્ગ સાથે અથડાવાથી એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલા જહાજ પરથી બનેલી ફિલ્મ તો ધૂમ મચાવી હતી. એ પછી તાજેતરમાં જ ટાઈટેનિકમાં સર્વ થયેલા મેન્યૂ કાર્ડની લાખો રૂપિયામાં હરાજી થઈ.
ઉલ્લેખનીય છે કે ટાઈટેનિકને ૨ એપ્રિલ ૧૯૧૨નાં રોજ પહેલીવાર સમુદ્રમાં ટ્રાયલ માટે ઉતારવામાં આવ્યું હતું. એ વખતે એનું પહેલુ મેન્યૂ કાર્ડ પણ ડિઝાઈન કરવામાં આવ્યું હતું. તમને નવાઈ લાગશે પણ આ કાર્ડની હરાજી ૧૦૦,૦૦૦ એટલે કે ૯ લાખ રૂપિયામાં થઇ છે. આ મેન્યૂ ક્રૂના સભ્ય પાસે હતું. જે તેણે બ્રિટિશ યાત્રી લાઈનરની પહેલી યાત્રા પહેલાં પોતાની પત્નીને આપ્યું હતું. આ મેન્યૂમાં ૨ એપ્રિલ ૧૯૧૨ના રોજ જહાજના ટ્રાયલના પહેલા દિવસે પીરસવામાં આવેલા ભોજનના નામ લખ્યાં છે. મેન્યૂ લિસ્ટમાં તારીખ ૨ એપ્રિલ ૧૯૧૨ લખેલી છે અને તેમાં ફ્રાઈડ ચિકન અને બ્રાઈઝ્ડ હેમ જેવા વ્યંજન પણ શામેલ છે.
આ પહેલાં ૩૦ સપ્ટેમ્બરે ૨૦૧૫ના રોજ ટાઈટેનિક જહાજમાં સર્વ કરવામાં આવેલા છેલ્લાં લંચના મેન્યૂ કાર્ડની હરાજી લાયન હાર્ટ આૅટોગ્રાફ્સ સંસ્થાએ કરી હતી. ઓનલાઈન હરાજીમાં તે મેન્યૂ કાર્ડ ૮૮,૦૦૦ ડાલરમાં વેંચાયુ હતું. નવાઈની વાત એ છે કે સંસ્થાને આશા હતી કે આ કાર્ડ ૫૦થી ૭૦ હજાર ડાલર સુધીમાં વેચાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY