અંતે ઘીના ઠામમાં ઘી,હાઈપ્રોફાઈલ ડ્રામા બાદ નરેશ પટેલે રાજીનામું પરત ખેંચ્યુ

0
69

ગાંધીનગર,તા.૪
લેઉઆ પાટીદાર સમાજની આસ્થા સમાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેથી ગઇ કાલે રાત્રે નરેશ પટેલના રાજીનામાને પગલે લેઉઆ પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. પરંતુ પાટીદાર વડીલો ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની સમજાવટના પગલે નરેશ પટેલે તેમનું રાજીનામું પાછું ખેંચી લેતાં ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાની લાગણી સાથે સમગ્ર સમાજે રાહતની લાગણી અનુભવી છે.
નરેશ પટેલના રાજીનામાના સમાચાર મળતાં ગઇ કાલથી પાટીદાર આગેવાનો, હોદ્દેદારો, મહિલા હોદ્દેદારો અને વિદ્યાર્થી સંગઠનોએ કાગવડ તરફ દોટ મૂકી હતી. આજે સવારથી કાગવડ ખાતે મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો નરેશ પટેલને રાજીનામું પાછું ખેંચી લેવા સમજાવવામાં આવ્યા હતા. વડીલો અને ટ્રસ્ટીઓની લાગણીને માન આપી નરેશ પટેલે રાજીનામું પાછું ખેંચી લીધું છે. સાથે સાથે ખોડલધામ પ્રમુખ ગજેરાએ સત્તાવાર જાહેરાત કરી હતી કે અમો અને નરેશભાઇ સાથે મળી વધુ ખુલાસા કરીશું.ખોડલધામમાં કોઇ વાદ અને વિવાદ નથી.
સમગ્ર લેઉઆ પાટીદાર સમાજમાં નરેશ પટેલના મુદ્દે ખળખળાટ મચ્યો હતો. એક તબક્કે નરેશ પટેલના રાજીનામાની ચર્ચાના પગલે જૂનાગઢ-ધોરાજી રાજકોટ ગોંડલ સહિતના સૌરાષ્ટÙના આગેવાનોએ પણ રાજીનામાં આપી દીધાં હતાં. જાકે હવે તેઓને પણ તેમનાં રાજીનામાં પરત ખેંચી લેવા સમજાવી લેવાયા છે. ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ ભાજપને સમર્થન આપ્યું હોવાની વાતના પગલે નરેશ પટેલે નારાજગીના ભાગરૂપે રાજીનામું ધરી દીધું હોવાની વાત ચર્ચાઇ રહી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY