કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલ પ્રવાસીની ગાડીનો બાઈક સાથે અકસ્માત: 2 ગંભીર ઘાયલ

0
39

રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામી છે. એને નિહાળવા રાજ્યભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.તો બુધવારે અમદાવાદથી એક પરિવાર કાર નં જીજે ૦૧ એચઆર ૪૬૪૬ લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યા હતા.દરમિયાન સવારે ૭:૧૫ કલાકે ગરૂડેશ્વર તાલુકાના પંચલા ગામના પિતા-પુત્ર મહેશ તડવી અને વિશાલ તડવી જીજે ૨૨ કે ૪૮૪૪ પર સાગબારા જીઈબી પર જઈ રહ્યા હતા.દરમિયાન કેવડિયા કોલોનીના પથિકાશ્રમ ત્રણ રસ્તા પાસે એ વોલ્વો ગાડીના ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી એમની બાઈકને અડફેટે લીધી હતી.આ અકસ્માતમાં પિતા-પુત્રને હાથે ઇજા અને ફ્રેક્ચર થતા બન્નેને ગંભીર હાલતમાં ૧૦૮ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.ત્યાંથી તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા.બાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અકસ્માતનો આરોપી વોલ્વો ચાલકનું નામ બહાર આવવા પામ્યું નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY