જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાહરલાલ નહેરુની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નેહરુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
જવાહરલાલ નહેરુ ભારત દેશના પ્રથમ પ્રધાનમંત્રી હતા.તેમનો જન્મ 14 નવેમ્બર 1889 માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહર નેહરુનું મહત્વનું યોગદાન હતું.બાળકો તેમને ખુબજ પ્રિય હતાં. તેથી તેમના જન્મદિનને લોકો દ્વારા ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવાય છે.ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની નિવ પણ જવાહરલાલ નહેરુએ જ મૂકી હતી.
તેવા દીર્ઘદ્રષ્ટા એવા જવાહરલાલ નહેરુની જન્મ જ્યંતી નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તથા ડિસ્ટ્રિક બેંકની બહાર આવેલી નહેરુજી ની મૂર્તિ ને પુષ્પાંજલિ અર્પી હતી.કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા, પ્રવક્તા નાજુ ફડવાલા, ગણેશ સુગર ચેરમેન સંદીપ માંગરોલા,વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ,મહિલા આગેવાન ધ્રુતાબેન રાવલ રહ્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








