રાજપીપળા દરબાર રોડ નું અર્બન હેલ્થ સેન્ટર અન્યત્ર હટાવતા ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા  

0
22

વારંવાર રજુઆત કરવા છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર આશ્વાસોજ આપે છે 

દરબાર રોડ નું દવાખાનું ટેકરા ફળિયા તરફ લઈ જવાથી ત્યાના લોકો ને ફાયદો પરંતુ દરબાર રોડ નજીકા સ્લમ વિસ્તાર ના દર્દીઓ ને તકલીફ

રાજપીપળા : રાજપીપલા શહેર માં વધતી વસ્તી સામે ખાનગી દવાખાના તો ઘણા છે પરંતુ સરકારી માં એક માત્ર રાજપીપળા સિવિલ હોસ્પિટલજ હોય શહેર ની મઘ્યમ ગરીબ દર્દીઓ ને બીમારી ટાણે સારવાર માટે સિવિલ સિવાય અ્ય મફત ઈલાજ માટે ગામ ની મધ્ય માં હાલ કોઈ વિકલ્પ નથી ત્યારે અગાઉ આરોગ્ય વિભાગ ના અર્બન હેલ્થ સેન્ટર નું એક દવાખાનું દરબાર રોડ પર ચાલતું હતું જે કોઈક કારણોસર ટેકરા ફળિયા તરફ ખસેડાયું હોય શહેર ના અમુક વિસ્તાર ના લોકો ને ત્યાં સુધી રીક્ષા કે અન્ય વાહનો મારફતે લાંબા થવું પડે છે ત્યારે અગાઉ વારંવાર આ દવાખાનું શહેર ની મધ્ય માં અમુક દિવસ માટે ખુલ્લું મુકવા રજુઆત કરવામાં આવી હતી અને આરોગ્ય અધિકારી સહીત ના અન્ય અધિકારીઓ એ આ બાબતે હકારાત્મક જવાબ આપી ટૂંક સમય માં દરબાર રોડ ની આસપાસ અઠવાડિયા ના અમુક દિવસ દવાખાનું ચાલુ કરવા જણાવ્યું હતું છતાં આ બાબતે કોઈજ કાર્યવાહી ન થતા લોકો હવે આરોગ્ય વિભાગ ના પોકળ વાયદાઓ સામે અકળાઈ રહ્યા છે અને જો વહેલીતકે આ માટે કાર્યવાહી નહિ થાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત થાય એવી પણ તૈયારી કરવામાં આવી રહી છે .

બૉક્ષ: ટેકરા ફળિયા ખાતે મંજૂરી મળતા ત્યાં કાર્યરત રખાયું છે : એ ડી એચ ઓ

આ માટે નર્મદા આરોગ્ય વિભાગના એ ડી એચ ઓ ગામીત સાહેબએ જણાવ્યું કે અમુક વસતી પ્રમાણે અમુક કિલોમીટર ના વિસ્તાર માં એકજ દવાખાના ને મંજૂરી મળે  જે ટેકરા ફળિયા માં મંજુર થયું છે છતાં અમુક દિવસ અન્ય જગ્યા પર વ્યવસ્થા માટે હું પ્રયાસ કરીશ

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY