નર્મદા અને સ્ટેચ્યુ ના 350 ના પેકેજ માં રિવરબેડ પાવરહાઉસ બાકાત રખાતા પ્રવાસીઓ નારાજ 

0
14

350 ના સ્લોટ પ્રમાણે જે તંત્ર દ્વારા જાહેરાત કરી પણ પ્રવાસીઓ ને રિવરબેડ પાવર હાઉસ દેખાડવા અંદર લઇ જવામાં આવતા નથી 

એસ્કેલેટર અને ટ્રાવેલેટર વારંવાર બંધ કરી દેવાતા પ્રવાસીઓ અને સિનિયર સિટિજનો ને મુશ્કેલી પડી

રાજપીપળા : નર્મદા બંધ સ્થળ પર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની અવર જવર વધી રહી છે ત્યારે નર્મદા નિગમ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સમિતિ દ્વારા પ્રવાસીઓને ખુલ્લે આમ છેતરવામાં આવી રહ્યા છે જેમાં પીઆરઓ કચેરી પર મોટા મોટા બેનરો મારીને સ્લોટ સિસ્ટમ ની માહિતી આપવામાં આવે છે અને જેમાં 350 માં SOU, લાવર ઓફ વેલી, ફૂડ કોર્ટ, રિવરબેડ પાવર હાઉસ, સહીત નું પેકેજ માં નક્કી કરવાનું લખવામાં આવ્યું છે. પણ બસ રિવરબેડ માં જતી નથી અને બતાવવા માં આવતી નથી જયારે નર્મદા ડેમ પર પ્રવાસીઓ જોવા આવતા ત્યારે પણ રિવરબેડ પાવર હાઉસ માટે ઘણી પોલીસ સાથે અને પીઆરઓ કચેરી સાથે ઘર્ષણ થતું હતું આજે સ્ટેચ્યુ પછી મહત્વનું સ્થળ રિવરબેડ પાવર હાઉસ છે ત્યારે પ્રવસીઓ 350 ખર્ચે છે તો કેમ આ સ્થળ દેખાડવામાં આવતું નથી જે બાબતે અનેક પ્રવાસીઓ માં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક અધિકારીઓ ને રજૂઆત કરી રહ્યા છે પણ કોઈ બોલવા તૈયાર નથી.

બીજીબાજુ હાલ પ્રવસીઓની આવક ચાલુ છે ભારતભરમાંથી વિવિધ રાજ્યો માંથી પ્રવાસીઓ અહીંયા આવે છે અને ઉંચી ફી પણ લેવામાં આવે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સ્થળો પર જે એસ્કેલેટર અને ટ્રાવેલેટર મુકવામાં આવ્યા છે જે છાસ વારે એક પછી તંત્ર દ્વારા બંધ કરી દેવાય છે કોઈ વાર ચઢાવાની સીડી બંધ કરી દેવાયા છે જયારે કોઈક વાર ઉતરવાની એસ્કેલેટર ની સીડી બંધ કરી દેવાય છે જેથી પ્રવસીઓએ બંધ એસ્કેલેટર ની સીડી પર થી ચાલીને ઉતરવું પડે છે. જેમાં સિનિયર સિટીજન પ્રવાસીઓને ખુબ મુશ્કેલી પડે છે. જેથી નિયમિત ચાલુ રહે એવી માંગ ઉઠી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY