ન્યુ દિલ્હી,તા.૧૭
ગુપ્તચર એજન્સીને એક વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ મળ્યા બાદ રાજધાની નવી દિલ્હી ખાતે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ વ્હોટ્સએપ ગ્રુપ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તરફથી ચલાવવામાં આવે છે. તેમાં જમ્મુ-કાશ્મીરમાં ગત મહીને એક કમાન્ડરની હત્યાનો બદલો લેવા માટે દિલ્હીના સંવેદનશીલ ઠેકાણા પર આતંકી હુમલાની વાત કહેવામાં આવી છે.
ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ૧૩ નવેમ્બરનો એક પત્ર જાહેર કરતા ઈન્ટેલિજન્સ વિંગને કÌš છે કે આ વ્હોટ્સએપ મેસેજને જાતા ઈન્ટેલિજન્સને સક્રિય રાખવામાં આવે અને હાઈએલર્ટ પણ ચાલુ રાખવામાં આવે. એ અખબારે પોતાની પાસે પત્રની નકલ હોવાનું જણાવીને તેને ટાંકીને જણાવ્યું છે કે પાકિસ્તાની નાગરિક અમીર હમજા તરફથી સર્કુલેટ કરવામાં આવેલા મેસેજ પ્રમાણે
વ્હોટ્સએપ ગ્રુપ જૈશ કમ્યુનિકેશન સેન્ટરમાં ૩૦ ઓક્ટોબરે પુલવામાના ત્રાલમાં કમાન્ડર ઉસ્માન ઉર્ફે હુજૈફાની હત્યાનો બદલો લેવા માટે જૈશ-એ-મોહમ્મદ દિલ્હીમાં સુરક્ષા પ્રતિષ્ઠાનો પર હુમલાની યોજના બનાવી રહ્યું છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે હમજાનો દાવો છે કે તે પાકિસ્તાનના કરાચીમાં જૈશ-એ-મોહમ્મદની સ્ટૂડન્ટ વિંગ તાલબલ મુરાબિટૂનનો હિસ્સો છે. દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં ત્રીસમી ઓક્ટોબરે સુરક્ષાદળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહ્મદના બે આથંકીઓ ઠાર થયા હતા.
માનવામાં આવે છે કે આમાનો એક આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરનો ભત્રીજા ઉસ્માન હતો. આ ધમકીને જાતા સીઆઈએસએફ, એનએસજી, આરપીએફ અને દિલ્હી પોલીસને પત્ર મોકલવામાં આવ્યો છે. દિલ્હીના સંવેદનશીલ ઠેકાણાઓ સંદર્ભે હાઈએલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




