સ્ટેચ્યુ ના લોકાર્પણની સાથે ખાનગી કરણ થતા નર્મદા નીગમ હાંસિયામાં ધકેલાયું ની વાત 

0
34

નર્મદા નિગમના અધિકારી અને કર્મચારીઓને પણ ફરજીયાત ટિકિટ ખરીદી કરી જવું પડે છે 

રાજપીપળા : વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ નિર્માણ થઇ ગયું છે અને જેને આજે 19 દિવસ થયા અને એને અંદાજે 2 લાખ લોકો નિહાળી ચુક્યા છે તથા 3 કરોડથી વધુ ની આવક થઇ ગઈ છે પણ આ આવક કોને થઈ..? સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ ને થઇ રહી છે આ તમામ ટિકિટ નો ક્રોન્ટ્રાકટ ખાનગી એજન્સીઓ ને આપ્યો છે જેથી નર્મદા નિગમના કર્મચારીઓ અને આધિકારીઓને પણ આ સ્ટેચ્યુ ઉપર જવા માટે ફરજીયાત 350 રૂપિયા ખર્ચ કરીને જવું પડે છે એટલે નર્મદા નિગમનું કામ હાલ હાંસિયા માં ધકેલાયું હોય જેમાં કોઈનું મહત્વ રહ્યું નહિ એટલે તેમના માટે સ્ટેચ્યુ નું ખાનગી કરણ થઇ ગયું છે એમ કહી શકાય

નર્મદા નિગમ આધિકારીઓ ની મહેનત અને સ્થાનિકોની જમીન છતાં ખાનગી એજન્સી રોજના લાખો રૂપિયા પ્રવાસીઓ પાસેથી ઉઘરાવે છે જે લઈને નર્મદા જિલ્લાના લોક અને નર્મદા નિગમના આધિકારીઓ માં છૂપો રોષ જોવા મળી રહ્યો છે અને 350 રૂપિયા વ્યક્તિ દીઠ ખરીદવા જાય તો એક પરિવાર ને 1500 રૂપીયા જેટલો ખર્ચ સામાન્ય થઇ જાય ત્યારે દૂર દૂર થી લોકો જોવા આવે છે પણ સ્થાનિક કર્મચારીઓ જોઈ સકતા નથી જેથી કર્મચારી અને સ્થાનિક આદિવાસીઓ પોતાના માટે રાહત દરે ટિકિટ આપે અથવા મફત રાખે જેવી માંગ કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY