પાટીદાર અનામત આંદોલન સમિતિનું આવેદનપત્ર
સુરત, તા. ૨૨
પાટીદાર સમાજના આંદોલનકારી યુવાનોને કાશ્મીર, અફઘાનિસ્તાનના પ્રોક્સીવોર નક્સલવાદ પ્રવૃત્તિ સાથે સરખાવીને વિવાદ સર્જનાર જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલને બરતરફ કરવા પાટીદાર અનામત આંદોલન સીમતિએ પો. કમિ. સતીષ શર્માને આવેદનપત્ર પાઠવ્યું હતું. અત્રે નોંધનીય છે કે જાઈન્ટ પો. કમિ. હરેકૃષ્ણ પટેલનો વીડિયો વાયરલ થતા પાટીદાર સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.
પો. કમિ. સતીષ શર્માને પાસ કન્વીનર ધાર્મિક માલવિયો આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી પાટીદાર અનામત આંદોલનને લઈને આંદોલનકારીઓ દ્વારા ગુજરાત સરકારની સામે પોતાના સમાજના હિત માટે આંદોલન ચલાવાઈ રહ્નાં છે ત્યારે શાસનમાં બેઠેલ ભારતીય જનતા પાર્ટી આંદોલન તોડી પાડવાના હેતુ સાથે સત્તા અને કાયદાનો દુરૂપયોગ કરી આંદોલન કઈ રીતે બંધ થાય તે માટેના પ્રયાસો કરી રહ્ના છે અને તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જાડાયેલા અને પાર્ટીને વ્હાલા થવાવાળા ઘણા સરકારી કર્મચારીઓ (અધિકારીઓ) આ બાબતે પોતાની કંઈકને કંઈક ભૂમિક આંદોલન તોડવા માટેડ ભજવી રહ્ના છે અને તેવી જ ભૂમિકા સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણભાઈ પટેલ પણ ભજવી રહ્ના હોય તેવી બાબતો તેમની વાત અને વર્તન પરથી જાણી શકાય છે જે પ્રકારે ગઈકાલે તેમનો મીડિયાના માધ્યમથી વીડિયો વાયરલ થયો તે જાતા સમાજના જાહેર મંચ પરથી એક ઉચ્ચ સથાન પર જવાબદારી સંભાળતા અધિકારી ન બોલી શકે તે પ્રકારની વાતો માત્રને માત્રે આંદોલનકારીઓને ટાર્ગેટ કરી જાહેર મંચ પરથી બોલે છે ગુજરાતના યુવાનોની માગને નક્સલાઈસ પ્રવૃત્તિ સાથે જાડી કાશ્મીર અને અફઘાનિસ્તાનના પ્રોકસીવોર સાથે આંદોલન સરખાવી દેવાયું છે જે ખૂબ જ દુઃખદ બાબત છે તે સંદર્ભે ગુજરાતના યુવાનો અને આંદોલનકારીઓની સાથે સાથે પાટીદાર સમાજની લાગણી દુભાણી છે.
તંદુરસ્ત લોકશાહી અને સમાજના હિત માટે અન્યાયનો પ્રતિકાર કરવાની બંધારણી સર્વે નાગરિક તરીકેના હક્કો આપેલા છે. અમુક પોલીસ રાજકીય હાથો બનીને યુવાનોના ભવિષ્યને બગાડે. ધાક ઊભી કરવા અત્યાર કરે અને આવા અધિકારીઓ તેમના અંગત સ્વાર્થ સિદ્ધ કરવા આમ જનતામાં અન્યાય વિરુદ્ધ અવાજ કારનાર સાથે ઘાતકી વલણ અપનાવી અત્યારચાર કરે. એટલે તેનો પ્રતિકાર થાય જ અને તે પ્રતિકાર કરનારનો ખોટો પ્રચાર કરી સત્તાનો દુરૂપયોગ કરી આખા સમાજને ઈમોશન બ્લેકમેઈલ કરે તે કોઈ પણ સમાજ માટે ઘાતક નીવડે. હરેકૃષ્ણભાઈ પટેલની કાર્યપદ્ધતિનો આ રસ્તો સહુ કોઈ સમાજ માટે ખરાબ સાબિત થાય એટલે આવા લોકોને તાત્કાલિક હોદ્દા પરથી બરતરફ કરવા જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




