નર્મદા બ્રેકીંગ…મોદી ફરી આવશે કેવડિયા,જુઓ આ અહેવાલ

0
173

આગામી ડિસેમ્બર માં પી એમ મોદી ફરી કેવડિયા ની મુલાકાતે આવશે,જોકે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે 

મોદીના રાત્રી રોકાણ માટે ખાસ રાજ દરબારી ટેન્ટ તૈયાર કરાયો

રાજપીપળા : આગામી તા. 20,21 અને 22 ડિસેમ્બરે ટેન્ટ સીટી નર્મદા ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા ડીજી કોનફરન્સ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવનાર છે ત્યારે એમની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થીત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દોઢ મહિનાના ટૂંકા ગાળામાં કેવડિયા કોલોનીની મુલાકાતે આવનાર છે તેની તડામાર તૈયારીઓ કેવડિયા અને નર્મદા ડેમ સાઈટ પર ચાલુ કરી દેવાઈ છે તેમના રોકાણ માટે ખાસ રાજ દરબારી ટેન્ટ તૈયાર કરાયો છે. ત્યારે આગામી તા. 20,21 અને 22 ડિસેમ્બરે ટેન્ટ સીટી નર્મદા ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોનફરન્સ રાખવામાં આવી છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થીત રહેશે અને આ કોન્ફરન્સ માં તમામ રાજ્યો ના ગૃહ મંત્રીઓ અને રાજ્યના ડી.જી.પી.ઓ હાજર રહેશે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અને આ માટે નર્મદા વહીવટી તંત્ર કામે લાગ્યું છે ત્યારે આ કોન્ફરન્સ ટેન્ટસિટી ખાતે યોજાનાર હોય ત્યાં પ્રધાનમંત્રીનાં રાત્રી રોકાણ માટે ખાસ રાજ દરબારી ટેન્ટ તૈયાર કરાયો છે જેમાં એક લિવિંગ રૂમ અને બે બેડરૂમ સહિત ત્રણ એ.સી. બે ફ્રિજ સહિત ની સુવિધાઓ રાખવામાં આવી છે. ફાઈવસ્ટાર હોટેલ ના સ્યુટ રૂમની વ્યવસ્થા પણ આ દરબારી રજવાડી ટેન્ટમાં ઉભી કરાઈ છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY