ગોપીપુરા સુભાષ ચોકમાં સવારે કાર્યક્રમનું આયોજન
સુરત, તા.૨૨
ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૨૩-૧-૨૦૧૯ને બુધવારના રોજ સવારે ૮.૩૦ કલાકે ગોપીપુરા, સુભાષચોક ખાતે પુષ્પાંજલી સહ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી ભારત દેશની આઝાદી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી વંદના કરવામાં આવશે. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઅો સુભાષચંદ્ર બોઝની જીવન પર વક્તવ્ય રજૂ કરશે. માતૃભૂમિની મુક્તિ માટે છેડાયેલા જંગમાં અગ્રેસર એવાï સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થવા ગોપીપુરા સુભાષચોક ખાતે ઉપસ્થિત રહેવા જાહેર જનતાને નિમંત્રણ પાઠવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



