નર્મદા જિલ્લા માં છાશવારે મૂંગા થઈ જતા BSNL લેન્ડ લાઈન ના ડબલાથી મુસીબત ને આમંત્રણ
જિલ્લાના દરેક પોલીસ મથકો અને ફાયર બ્રિગેડ પર અલગ મોબાઈલ સેવા હોવી જોઈએ જેથી કટોકટી ના સમયે પોલીસ કે ફાયર ની મદદ લઈ શકાય
લેન્ડલાઈન વારંવાર બંધ થવાની તકલીફ ના કારણે વીજ કંપની એ પણ પોતાના ફરિયાદ કેન્દ્ર પર અલગ મોબાઈલ ની વ્યવસ્થા કરી છે
રાજપીપળા : નર્મદા જિલ્લા માં છેલ્લા એક વર્ષ થી BSNL ની સેવા ખાડે જતા છાસવારે લેન્ડલાઈન ના ડબલા મૂંગા થઈ જતા ઇમર્જન્સી સમયે લોકો ને ભારે તકલીફ ઉભી થાય છે અને એના કારણેજ નર્મદા જિલ્લા માં BSNLના ગ્રાહકો પણ અડધા થઈ ગયા છે ત્યારે ખાસ તો ક્યાંક આગ લાગી હોય કે કોઈ પોલીસ મદદ માટે આ ડબલ બંધ આવતા લોકોને મુસીબત નો સામનો કરવો પડે છે જોકે રાજપીપળા ખાતે વીજ કંપની માં ફરિયાદ કેન્દ્ર પર આ તકલીફ ના કારણે વીજ કંપનીના અધિકારીઓ એ ફરિયાદ કેન્દ્ર પર એક અલગ મોબાઈલ ની વ્યવસ્થા કરતા ગ્રાહકો વીજળી બાબતે ની ફરિયાદ કે જાણકારી એ નંબર પર મેળવે છે
નર્મદા જિલ્લા ના પોલીસ મથકો કે પાલિકા ના ફાયર સ્ટેશન ઉપર આવી અલગ મોબાઈલ વ્યવસ્થા તંત્ર એ ગોઠવવી જોઈએ જેથી ઇમર્જન્સી સમયે ફરિયાદી કે અન્ય મુસીબત માં મુકાયેલા વ્યક્તિ એનો ઉપયોગ કરી તકલીફ થી બચી શકે નહિ તો લેન્ડલાઈન ના ભરોસે ક્યારેક આમ જનતા મુસીબત માં મુકાઈ શકે છે એમ જાગૃત નાગરિકો નું માનવું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






