સરકીટ હાઉસમાં પડાવ નાંખનાર નકલી પોલીસ અધિકારી સંદીપ વ્યાસની ધરપકડ

0
5

એસીપીની ઓળખ આપનાર ઠગનો ભાંડો ફુટતા પોલીસે ગુનો દાખલ કર્યો
સુરત, તા.૧૬
સુરત સરકીટ હાઉસ ખાતે ગાંધીનગર ખાતે એસીપી છું તેમ જણાવી એકાદ બે કલાક માટે સરકીટ હાઉસનો રૂમ લીધા બાદ સવારે એન્ટ્રી કરવાનું કહેતા સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો હતો. જોકે, ઉમરા પોલીસે ખોટી ઓળખ આપનારા અમદાવાદના ભૂદેવની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ સેટેલાઈટ આનંદનગર ક્રોસ રોડ ખાતે સંદીપકુમાર શાંતુભાઈ વ્યાસ રહે છે. તેઓ ગતરોજ મોડી રાત્રે સુરત સરકીટ હાઉસ ખાતે આવી હું ગાંધીનગર ખાતે એસીપી તરીકે ફરજ બજાવું છું. તેમ કહીને એકાદ બે કલાક માટે સરકીટ હાઉસનો રૂમ લીધો હતો અને પુરાવાના ભાગરૂપે પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ રજૂ કરતા તેમને રૂમ ફાળવવામાં આવ્યો હતો. વહેલી સવારે તપાસના કામે વલસાડ જવાનું છે તેમ જણાવી રૂમ છોડતા હતા. ત્યારે સરકીટ હાઉસના કર્મચારી ઠાકોરભાઈ મગનભાઈ પટેલે તેમને ચોપડામાં એન્ટ્રી કરવાનું કહેતા સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો હતો. ઠાકોરભાઈએ ઉમરા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આરોપી સંદીપ શાંતુભાઈ વ્યાસની આઈપીસી ૧૭૦ મુજબ ધરપકડ કરી લીધી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY