ગરુડેશ્વર ના મીઠીવાવ ખાતે  લાભાર્થી પાસે 1500 ની લાંચ લેતો તલાટી એ સી બી ના હાથે ઝડપાયો 

0
140

 આવાસ યોજના માં ઘર નો નંબર પાડવા માટે લાંચ માંગતા નર્મદા એ સી બી એ છટકું ગોઠવતા ગ્રામ પંચાયત કચેરી માંજ લાંચ ની રકમ લેતા ઝડપાયો 

રાજપીપળા : નર્મદા ના ગરુડેશ્વર તાલુકા ના મીઠીવાવ નો તલાટી નર્મદા એ સી બી માં હાથે લાંચ લેતા ઝડપાતા ગ્રામ પંચાયતના ભ્રસ્ટાચારીયો માં ફફડાટ ફેલાયો છે

ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ એવા મીઠીવાવ ગામ માં ચાલતા આવાસ યોજના ના કામ માં ઘર ના નંબર પાડવા માટે મીઠીવાવ ામના તલાટી મહેન્દ્ર વિઠ્ઠલભાઈ પાટણવાડીયા એ પાણીાદીયા ગામના આવાસ યોજના ના લાભાથી પ્રાપભાઈ ભીલ પાસે રૂપિયા 1500 ની લાંચ ની માંગણી કરી અને આ લાંચ ની રકમ મીઠીવાવ ગ્રામ પંચાયત ઓફિસ પર સ્વીકારવા જતા નર્મદા એ સી બી ના પી આઈ પી ડી બારોટ થતા ટિમ ના છટકા માં રંગે હાથ ઝડપાઇ ગયો હોય નર્મદા એ સી બી એ તલાટી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે સરકારી સહાયો કે યોજનાઓ ના લાભ સીધા લાભાર્થીઓ ને મળે અને વચેટિયાઓ કમિશન ન કાઢે એ માટે સરકાર ગમે તે પેતરા અપનાવે છતાં ભ્રસ્ટાચારીયો પૈસા કમાવવા ગમે તે માર્ગ કાઢી લેતા હોય છે ત્યારે બીજી તરફ હવે લોકો માં પણ જાગૃતિ આવી હોય ભ્રષ્ટ કર્મચારીઓ કે અધિકારીઓ નો અંજામ આખરે જેલ ના સળિયા પાછળ જવાનોજ આવે છે .

બોક્ષ : નર્મદા જિલ્લા માં હાલ ચાલી રહેલા આવાસ યોજના માં હજારો લાભાર્થીઓ એ લાભ લેવા ફોર્મ ભર્યા છે ત્યારે કેટલાક ભ્રષ્ટ લોકો જરૂરિયાતમંદ લાભાર્થીઓ પાસે રૂપિયા પડાવવા અનેક હથકંડા અપનાવતા હોય આમ તો સરકાર ની આવી યોજના માં પૈસા સીધા લાભાર્થી ના બેંક ખાતા માંજ જમા થતા હોય છે છતાં અમુક લાલચુ કર્મચારીઓ ગમે તે વાંધા બતાવી પૈસા ખંખેરતા હોય છે ત્યારે સરકાર હવે આ ભ્રષ્ટ અધિકારીઓ કે કર્મચારીઓ ની લાલચ ક્યારે અને કઈ રીતે અટકાવી શકશે એ જોવું રહ્યું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY