ડીસા-મંડાર હાઇવે પર સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે ત્રિપલ અકસ્માત

0
375

પુત્રને પરણાવી પરત ફરતા માતા-પિતા સહિત ૫ને કાળ ભરખ્યો
ડીસા,તા.૩૦
ડીસા મંડાર હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી. જેના લીધે ચાર લોકો જીવતા ભડથું થઇ ગયા છે. આ અકસ્માતમાં ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે મંડારમાં પુત્રના લગ્નમાંથી અમીરગઢ પરિવાર પાછો ફરી રહ્યો હતો, ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો. કારમાં સવાર પરિવારના ઘરે જ લગ્નપ્રસંગ હતો. વરરાજાના માતા-પિતા સહિત બીજા ત્રણ લોકોના મોત થયા છે. લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. મૃતક પરિવારમાં આવતી કાલે દીકરીના લગ્ન હતા.
ડીસા મંડાર હાઇવે પર કૂચાવાડા ટોલ પ્લાઝા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ટ્રેલર અને સ્વિફ્ટ કાર વચ્ચે આ અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગતા ચાર લોકો જીવતા જીવ બળીને ખાઇ થઇ ગયા હતા. આગ લાગતા અને અકસ્માતના લીધે ચાર લોકોનાં મોત નીપજ્યા છે. આગ એટલી ભયાનક હતી કે આજુબાજુના લોકો પણ ત્યાં દોડીને આવી ગયા હતા અને તેમણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી અને તાત્કાલિક ૧૦૮ને બોલાવી લીધી હતી.
આ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો, પોલીસની ટીમ અને ફાયરફાઇટરના જવાનો રાહત કામમાં જાડાઇ ગયા હતાં. હજી બીજા લોકો ગાડીમાં ફસાયાની આશંકા છે. જેના લીધે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY