તિલકવાડા તાલુકા માં ખેરના લાકડા કાપવા બાબતે ફોરેસ્ટરે કરેલી ફરિયાદ ના આરોપીઓ નો નિર્દોષ છુટકારો  

0
620

રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકે બે વર્ષ અગાઉ ખેર ના લાકડા કાપવા બાબતે દાખલ થયેલા ગુના માં પકડેલા ચાર આરોપીનો વકીલ ની ધારદાર દલીલો બાદ નિર્દોષ છુટકારો 

બે વર્ષ પેહલા બનેલા આ બનાવ માં ફરીયાદી અક્ષયકુમાર પંડ્યા જંગલ ખાતામાં ફોરેસ્ટર તરીકે ફરજ પર હતા અને તેમની સાથે એક રોજમદાર ઝવેરભાઇ કેસુરભાઇ બારીયા તથા મજુર તરીકે મુકેશભાઇ હિરાભાઇ તડવી ફરજ બજાવા હતા એ સમયે આ અક્ષય પંડ્યા ને બાતમી મળેલ કે સોયકુવા ગામની સીમમાં ખેરના ઝાડ કાપે છે જે બાતમી ના આધારે ફરીયાદી ટિમ ગત તા.૧૪/૦૯/૨૦૧૬ ના રોજ સોયકુવા ગામે ગયેલા ત્યાં ફોરેસ્ટર ને જોઇ ખેરના ઝાડ કાપનાર વ્યક્તિઓ નાશી છૂટ્યા હતા

ત્યારબાદ વન વિભાગ ના કર્મચારીઓ ઝાડના લાકડાની માપણી કરતા તે વખતે આરોપી રાજેશ હીરાભાઈ ભીલ ત્યાં આવી બોલાચી કરતા ત્યાં બીજો આરોપી રહીશ હીરાભાઈ ભીલ હાથમાં કુહાડી લઇ આવી કુઠાડીનો વાંસનો હાથો ફોરેસ્ટર ને મારેલ અને રાજેશે ખેરની છાલના સપાટા વડે માર મારી તેમજ બાકીના આરોપી પૈકી વિષ્ણુ રામભાઈ ભીલ તથા અલ્પેશ વિપીનભાઈ ભીલ એ વન વિભાગ ના બીજા કર્મચારીઓ ને પણ ખેરની છાલના સપાટા મારી ઇજા કરતા

આ ચારેય વિરુદ્ધ તિલકવાડા પોલીસ માં ફોરેસ્ટરે ફરિયાદ આપતા ગુનો દાખલ થયેલો આ કેશ ગતરોજ તિલકવાડા કોર્ટ માં ચાલી જતા કોર્ટે આરોપીઓ વિરૂદ્ધ સમન્સ કાઢવાનો હુકમ કરતા કેશ ગતરોજ ચાલી જતા આ કેસમાં આરોપી તરફે ના વકીલ તોસીફ એ.ઠાકોરે સાત સાહેદો તેમજ ચાર દસ્તાવેજી પુરાવાઓને ક્રોસ કરતા વકીલ તોસીફ ઠાકોર ની ધારદાર દલીલો ને ગ્રાહય રાખી તિલક્વાડાના કોર્ટે આરોપીઓને નિદોર્ષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY