સુરત, તા. ૧૫
પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલ પ્રિયંકા પ્રોસેસર્સમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન છેલ્લા પાંચ દિવસથી પૂજા કરવા માટે આવનાર વ્યકિતને અચાનક વોમીટ થતા બેભાન થયો હતો જેને સારવાર માટે સિવિલ લઈ જતા રાત્રે જ તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાંડેસરચા જીઆઈડીસી ખાતે પ્લોટ નં. ૪૯૫માં આવેલ પ્રિયંકા પ્રોસેસર્સમાં હુકમચંદ મેહુરામ ૫૪ છેલ્લા પાંચ દિવસથી નવરાત્રિ મહોત્સવમાં પૂજાપાઠ માટે આવતો હતો ગત રાત્રે સવા દસેક વાગ્યાના સુમારે હુકમચંદ અચાનક બેભાનï થયો હતો. જેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના સીએમઅો દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ હુકમ ચંદને મૃત જાહેર કર્યો હતો. હુકમચંદનના મોત અંગે પાંડેસરા પોલીસને જાણ કરીને આજે પોસ્ટ મોર્ડમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



