મુંબઈ,તા.૫
મુંબઇના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ સિટિમાં અત્યારે એકથી વધુ ફિલ્મો અને ટીવી સિરિયલોનાં શૂટિંગ ચાલુ હોવાથી સ્ટાર્સની ભીડ જામી હોવાની જાણકારી મળી હતી.
જુદી જુદી ફિલ્મોના સેટ પણ ખડા કરાયેલા છે. સુપર સ્ટાર સલમાન ખાનની ભારત, અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણની ફિલ્મ તાનાજી, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનને સાથે રજૂ કરતી ફિલ્મ બદલા, રણબીર કપૂરને મુખ્ય ભૂમિકામા ચમકાવતી યશ રાજની શમશેરા, રણવીર સિંઘને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ઝોયા અખ્તરની ગલી બાય અને ટાઇગર શ્રોફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી કરણ જાહરની સ્ટુડન્ટ આૅફ ધી યર ટુ- આમ અડધો ડઝન મોટી ફિલ્મોના શૂટિંગ અહીં થઇ રહ્યા હોવાથી સ્ટાર્સની ભીડ જામવાની છે એવું એક સૂત્રે જણાવ્યું હતું.
આવા પ્રસંગે સ્ટારઘેલા લોકોની ગીરદી ટાળવા સિકિયોરિટી બંદોબસ્ત કડક કરવામાં આવ્યો હોવાનું પણ આ સૂત્રે કહ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે એક યા બીજા પ્રસંગે દીપિકા પાદુકોણ સાથે સંકળાયેલા રણબીર કપૂર અને રણવીર સિંઘના સેટ બાજુ બાજુમાં છે. જા કે હવે રણવીર સિંઘ દીપિકાનો કાયદેસરનો પતિ છે. પછીના સેટ પર રણબીરની એક સમયની ફ્રેન્ડ કેટરિના કૈફ અને સલમાન ખાન ભારતનું શૂટિંગ કરી રહ્યા છે. જાઇએ, કેવો સિનારિયો સર્જાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



