રાજપીપલા જાહેર બાંધકામ વિભાગની કચેરીની સાત ખુરશીઓ જપ્ત કરતી રાજપીપલા કોર્ટ 

0
33

આમદલાના ખેડૂતની જમીન સંપાદન નું વળતર ન ચુકવતા કોર્ટે નિર્ણય લીધો : અગાઉ આજ કચેરીના કોમ્યુટર પણ જપ્ત કરાયા હતા.

રાજપીપળા : રાજપીપળા ની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા એક અનોખો હુકમ કર્યો જેમાં રાજપીપલા ની જાહેર બાંધકામ વિભાગની કાર્યપાલક ઈજનેરની કચેરીની સાત રિવોલવિંગ ખુરશીઓ જપ્ત કરવામાં આવી હતી. આ હુકમથી અધિારીઓ કેટલા બેદરકાર છે અને કોર્ટના આદેશના અનાદર થી કોર્ટ કેવી સજા કરી શકે છે એનો જીવંત દાખલો આજે રાજપીપળા માં જોવા મળ્યો જેના કારણે કચેરીઓ ના બેદરકાર અધિકારીઓ ને સબક જરૂર મળશે

પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામે રહેતા ચંપક પુનાભાઈ તડવી ની ભુમલિયાગામ ખાતે આવેલી જમીન ફિલ્ટરેશન પ્લાન્ટ માટે સંપાદિત કરવામાં આવી હતી, જે ખેડૂત ને વળતર આપ્યું એ વળતર ખેડૂતને મંજુર ન હોય રાજપીપલા ના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ માં વધુ વળતર માટે કાર્યપાલક ઈજનેર જાહેર બાંધકામ વિભાગ રાજપીપલા વિરુદ્ધ અરજી કરી હતી જેમાં વકીલ કનુભાઈ બી પટેલ દ્વારા ખેડૂતની તરફેણ માં દલીલ કરતા નામદાર કોર્ટે આ ખેડૂત ને વધુ વળતર આપવા ચુકાદો આપ્યો હતો તેમ છતાં પણ કાર્યપાલક ઈજનેર જાહેર બાંધકામ વિભાગ રાજપીપલા દ્વારા કોઈ વળતળ આપ્યું નહિ જેથી ખેડૂતે પોતાના વકીલ મારફતે નામદાર કોર્ટ ને જાણ કરતા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ના જજ એસ.આઈ.તારાણી એ વધુ રકમ વસુલ કરવા માટે કાર્યપાલક ઈજનેર જાહેર બાંધકામ વિભાગ રાજપીપલા ની કચેરીની કુલ સાત ખુરશીઓ જપ્ત કરવાનો હુકમ કરતા આ કચેરી ની ખુરસીયો જપ્ત કરી લેવાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ કચેરી ની ચિત્રવાડી ગામના ના ખેડૂત શશીકાંત પટેલ ના વળતર માટે નાણા ન ચુકવતા કોર્ટે આજ રીતે કોમ્પ્યુટરો જપ્ત કરી લીધા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY