ફુલપાડાની શાળા આગામી નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરવા માંગ

0
12

કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કમિશનરને પત્ર લખ્યો
સુરત, તા.૭
કોગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ મ્યુનિ. કમિશનર સમક્ષ માંગણી રજૂ કરી જણાવ્યું છે કે, મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કાર્યરત શાળા ક્રમાંક ૧૭૩/૧૭૪ જે ફુલપાડા ખાતે આવેલ છે. આ શાળા ખાતે જ મે મારૂં પ્રાથમિક શિક્ષણ મેળવેલ હતું. જે કારણોસર તેની સાથે હું ખૂબ જ ગાઢતાથી ભાવનિક રીતે સંકળાયેલ છું અને સદરહુ શાળાને નવેસરથી બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે. થોડુ ઘણું કલરીંગ, ટચઅપની નજવી જ કામગીરી અને ફર્નિચર સંદર્ભેની પૂરેપૂરી કામગીરી બાકી છે. તાકીદે આ અંગે કામગીરી પૂર્ણ કરાવીને આ શાળા આગામી નવા શૈક્ષણિક સત્રના આરંભથી જ્યાં નવી બનાવેલ છે તે સ્થળે કાર્યરત કરવામાં આવશે તો હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીશ કે મારા કાર્યકાળ દરમ્યાન મારા દ્વારા જે શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવેલ છે તે જ શાળાને નવા ક્લેવર સાથે મારા વિસ્તારના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરીને ધન્યતા અનુભવીશ.
ઉક્ત હકીકતને ભાવનાત્મક રીતે ધ્યાને રાખીને આગામી નવા શૈક્ષણિક સત્રના આરંભથી શાળા ક્રમાંક ૧૭૩/૧૭૪ ખાતે પ્રાથમિક શિક્ષણનો આરંભઉક્ત હકીકતને ભાવનાત્મક રીતે ધ્યાને રાખીને આગામી નવા શૈક્ષણિક સત્રના આરંભથી શાળા ક્રમાંક ૧૭૩/૧૭૪ ખાતેï પ્રાથમિક શિક્ષણïનો આરંભ કરાવવા મારી લાગણીસભર વિનંતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY