રાજપીપળા : 6 ડિસેમ્બર 1992 માં શ્રી રામ જન્મ ભૂમિ ઉપર બાબરી મસ્જિદ રૂપી જે કલંક હતું એ કલંક ને દૂર કરનાર તે સમયના વીર પુરુષો જેમણે વીરતા દાખવી હતી એ વિરતાને વધાવી લેવા માટે નર્મદા જિલ્લાના તમામ બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્બારા 6 ડિસેમ્બર ના દિવસે ફટાકડા ફોડી આતશબાજી કરી ને ઉત્સાહ મનાવાય છે.ત્યારે 6 ડિસેમ્બરે શ્રી રામ જન્મ ભૂમિ ઉપર કલંક રૂપી બાબરી મસ્જિદ તોડી તે સમયે કેટલાક વીર પુરુષોએ શ્રી રામ જન્મભૂમિ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું, કેટલાક લોકો શહીદ થયા હતા એમની શહીદી ના ભુલાય એટલા માટે નર્મદા જિલ્લા બજરંગ દળ દ્વારા દર વર્ષે 6 ડિસેમ્બરે આતશબાજી કરી ફટાકડા ફોડી તમામ નાગરિકોને સંદેશ અપાય છે કે આ દિવસે શ્રી રામ જન્મ ભૂમિ કલંકથી મુક્ત થઈ હતી તેથી આ દિવસને શોર્ય દિવસ તરીકે ઉજવીને તમામ શહીદ થયેલ વિરોની વિરતાને વધાવે છે માટે આ 6 ડિસેમ્બરે પણ દર વર્ષ ની જેમ ઉજવણી કરાઈ હતી .
બોક્ષ : નર્મદા જિલ્લા બજરંગ દળ ના સંયોજક જીતેન્દ્રસિંહ કઠવાડિયા એ જણાવ્યું કે 6 ડિસેમ્બર ભારત દેશના તમામ હિંદુઓ, ભારત માતાના સાચા પુત્રો, અને શ્રી રામ ભગવાનના વંશજો માટે ગર્વનો દિવસ છે.અને બજરંગ દળ આ દિવસ ને શોર્ય દિવસ તરીકે ઉજવે છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




