રાજપીપળા ના બે યુવાનો એ આસામ ખાતે થી પોતાની ટ્રક માં ભરેલી સોપારી બે મહિના થવા છતાં જામનગર ના વેપારી ને ના પોહચાડી ક્યાંક વેચી મારી વિશ્વાસઘાત કર્યા ની સાગબારા પોલીસ મથકે ફરિયાદ
રાજપીપલા : રાજપીપળા માં રહેતા અને ટ્રક ના વ્યવસાય સાથે સંકળાયેલા નાઝ મહંમદ પઠાણ અને અમજદ પઠાણ નામના બે વ્યક્તિઓ વિુદ્ધ આામ ના એક સોપારી ના વેપારી એ સાગબારા પોલીસ મથકે ફરિયાદ આપી છે
ફરિયાદ આપનાર વેપારી હરભજનસિંઘ રામસીંગ એ સાગબારા પોલીસ ને આપેલી ફરિયાદ મુજબ ગત તારીખ 16-10-18 ના રોજ આસામ સિલચર ખાતે આવેલ નાગા ટિલ્લા ના ગોડાઉન માંથી વિસ હજાર કિલો સોપારી જેની કિંમત ફરિયાદ મુજબ 29,40,000/- રૂપિયા થતી હોય એ સોપારી ભરી આસામ થી આ માલ જામનગર ની પાંજરા પોળ માં આવેલ પ્રભાત એજન્સી ના મલિક કલ્પેશભાઈ ચંદ્રા ને ત્યાં ડિલિવરી માટે નાઝ મહંમદ ની માલિકી ની ટ્રક નં.જી.જે.22 યુ 2052 માં ભરી મોકલેલ પરંતુ આ સોપારી આજદિન સુધી જામનગર ના વેપારી ને ત્યાં ન પોંહચતા આસામ ના વેપારી એ આ બાબતે તપાસ કરતા ટ્રક મલિક નાઝ મહંમદ અને તેના સાથી અમજદ પઠાણ બંને એ બદદાનત થી ક્યાંક સગેવગે કરી નાખ્યો અથવા અન્ય કોઈ વ્યક્તિને વેચી મારી તેની 29 લાખ 40 હજાર જેવી માતબર રકમ પોતાના અંગત કામ માટે ઉપયોગ માં લઈ વેપારી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોય સાગબારા પોલીસે આસામ ના વેપારી ની ફરિયાદ ના આધારે રાજપીપળા ના બે યુવાનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી બંને ની ધરપકડ કરવા ની તજવીજ હાથ ધરી છે કેશ ની તપાસ સાગબારા પી એસ આઈ વાય એસ સિરસાઠ કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




