નેત્રંગની અમરાવતી નદી પર નવા પૂલના નિમૉણની તાત્કાલીક મંજુરી માટે સાંસદ મનસુખભાઇ વસાવાની રજુઆત.

0
226

જેમાં અમરાવતી નદી ઉપરનો પૂલના પીલ્લરો ગમે તે સમયે ધરાસાયી થાય એમ હોવા છતાં   વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા હતા.  જેથી સરકારીતંત્ર એ વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો.

નેત્રંગ:

પ્રાપ્ત માહિતી મુજબ  અમરાવતી નદી પરના પુલના પીલ્લરો જર્જરીત થતાં જ સરકારીતંત્રે વાહનવ્યવહાર બંધ કરાવી દીધો હતો, જ્યારે પુલના સમાંતર જ માગઁ અને મકાન વિભાગ ધ્વારા કામચલાઉ ધોરણે ડાયવઝઁન બનાવવામાં આવ્યું હતુ, જેમાં સતત ચાલતા વાહનવ્યવહારના કારણે ઉડતી ધુળની ડમરીઓથી સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે ડાયવઝઁન સાંકળો હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી,

જેમાં અમરાવતી નદી ઉપરના પૂલના પીલ્લરો ધરાસાયી થવાની ઘટનાની જાણ ભરૂચ સાંસદ મનસુખ વસાવાને થતાં જજઁરીત પૂલનું નિરીક્ષણ કરી ડાયવઝઁન ઉપર પાણીનો છંટકાવ અને ડામરનો રસ્તો બનાવવાની તાકીદ આપી હતી, પરંતુ સરકારીતંત્રનું પેટનું પાણી ન હલ્યું હતું, જેથી દિલ્લી ભારત સરકારના માગઁ અને પરિવહન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાને  ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ લેખિત રજુઆત કરી હતી, જેમાં નદી ઉપરના જજઁરીત પુલના નિમૉણની તાત્કાલીક મંજુરી મળે તેમજ પૂલના સમાંતર જ માગઁ અને મકાન વિભાગ ધ્વારા બનાવવામાં આવેલ ડાયવઝઁન સાંકળો અને સતત ચાલતાં વાહનવ્યવહારના કારણે ઉડતી ધુળની ડમરીઓથી સ્થાનિક રહીશોને પડતી મુશ્કેલીઓને પણ દુર કરવાની લેખિત રજુઆત કરી હતી. જેથી સ્થાનિક રહીશો, વાહનચાલકો સહિત આમ પ્રજામાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો અને સાંસદને ઉઠા ભણાવતાં અધિકારીઓની બોલતી બંધ થઇ હતી.

રિપોર્ટર: દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY