અંક્લેશ્વર લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપની માં આવેલ ટ્રક માંથી શંકાસ્પદ ૪૪૦ નંગ યુરીયા ખાતર ની થેલીઓ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
55

ભરૂચ : ભરૂચ એલ સી બી ની ટીમે બાતમીના આધારે શંકાસ્પદ યુરિયા ખાતર ની ગુણો પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી 

 

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેકટર પી. એન.પટેલ ના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.ચૌહાણ તથા ટીમના પોલીસ માણસો દ્વારા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા અંક્લેશ્વર વિસ્તાર મા પેટ્રોલીંગ મા હતા દરમ્યાન બાતમીદાર માફરતે બાતમી મળેલ કે અંકલેશ્વર 60૮ મા પ્લોટ નં- ર૩૦૧/૧ ખાતે આવેલ લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપની મા એક ટ્રક નંબર-61-36-2-9974 માં શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ભરી આવેલ છે જે બાતમી આધારે લક્ષી એન્ટરપ્રાઇઝ કંપની મા તપાસ કરતા એક ટાટા ટ્રક નંબર- 6-16-2-9974 મા ખાતરની થેલીઓ ભરેલ હાલત મા ડ્રાઇવર શબ્બીરહરોન સાકીરહુશેન આરબ રહે- સાગબારા, પંચાયત ફળીયુ, કો-ઓ- ઓપરેટીવ બેક ની બાજુમા જી-નર્મદા નો હાજર મળી આવતા. તેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા ટેકનીકલ ગ્રેડ યુરીયા ની ૫૦ કી.ગ્રા ની ૪૪૦ પ્લા.ની થેલીઓ જેનુ કુલ વજન ૨૨૦૦૦ કીગ્રા કી.રૂ. ૦૪,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જે યુરીયા ના કોઇ બિલ કે આધાર પુરાવા રજુ કરેલ નહી જેથી મળી આવેલ યુરીયા ખાતર ગુનાહીત પ્રવુતિ થી મેળવેલ હોવાનો શક જતા મળી આવેલ યુરીયા ખાતર ની કુલ થેલી નંગ-૪૪૦ જેનુ વજન કુલ ૨૨૦૦૦ કી.ગ્રા જેની કી.રૂપિયા ૪,૪૦,૦૦૦/- તથા ટ્રક નં- 61-16-2-9974ની કી રૂ. 06,00,000ગણી કુલ કિંમત ૧૦,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે અને ટ્રક ડ્રાઈવર શબ્બીરહુશેન સાકીરહુશેન આરબ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્યોગો દ્વારા કેટલીક ડાઈઝ મેન્યુ.માં વપરાતું યુરિયા ખાતર ટેક્નિકલ અને કોમર્શિયલી મળતું હોય છે પણ ખેડૂત મંડળીઓ દ્વારા ખેડૂતો ને અપાતું યુરિયા ખાતર સબસીડી વાળું હોવાથી સસ્તું પડતું હોવાના કારણે ઉદ્યોગો અને મંડળીઓ વચ્ચે સાંઠગાંઠ રચી તેને ઉદ્યોગો માં વેચવાનો કારસો સુવ્યવસ્થિત સેટિંગ થી ચાલતો હોય છે ને ગુજરાત ના ખેડૂતોએ ખાતર ન મળતાં તકલીફ માં મૂકાવું પડે છે આમ મુઠ્ઠીભર ઉદ્યોગો ને ફાયદો કરવામાં જગતનો તાત તકલીફ માં મુકાય છે ત્યારે આવા તત્વો પોતાની સુરક્ષા ને પોલીસ થી બચવા કોમર્શિયલ યુરિયા નું બિલ મૂકી કે ટ્રેડર્સ નું બિલ મૂકી બચી જાય છે.

આજે ભરૂચ એલસીબી એ અંકલેશ્વર જીઆઇડીસી માંથી બીલવગર નું યુરિયા ખાતર ભરેલ ટ્રક પકડી કાયદેસર ની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે જે પ્રસંશનીય અને ખેડૂત માટે સુરક્ષા પૂરું પાડતું પગલું ગણાવી શકાય.હવે જોવાનું એ રહે છે કે પોલીસ કેટલી ઊંડાણ થી આ કથિત ગુન્હા ની તપાસ કરે છે કેમકે માત્ર 41(1)ડી કરી એટલે બિલ રજૂ થાય તો જેતે સમયે જીએસટી ના કાયદા મુજબ ટ્રક સાથે ઇ વે બિલ ની જોગવાઈ નું પાલન ન થાય તો એમ માનવમાં શંકા રહે છે કે ખાતર બિલ માં ખરીડયું છે વળી બિલ ની ડિસપેચ તારીખ અને પોલીસે પકડેલ સમય પણ અગત્યની ભૂમિકા ભજવે છે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઘટના માં ઉડી તપાસ થવી જરૂરી થઈ પડે છે કેમકે ભારત ખેતી પ્રધાન દેશ છે ખેતી ના ભોગે ઉદ્યોગો ન ટકાવી શકાય.

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY