સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 17 ગામના સ્થાનિક લોકોનો નોકરી ની માંગ સાથે હંગામો મચાવ્યો
નોકરી,જમીન અને વળતર ની માંગ સાથે સ્ટેચ્યુ પરિસર માં પ્રવાસીઓ ને ઘૂસવા નહિ દઈએ ની ચીમકી
રાજપીપળા : નર્મદા બંધ માં જમીનો ગુમાવનાર કેવડિયા, કોઠી, નવાગામ, લીમડી, વાગડીયા અને ગોરા આમ કુલ 6 ગામો અને વિયર ડેમના 7 ગામો મળી 13 ગામોના લોકોનો આજે ફરી વિરોધ જોવા મળ્યો, અને આ ગામના લોકોનો રોજગારી આપો કહી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લાબોલ કરી નોકરીની માંગ ને ઉગ્ર બનાવી હતી. જેમાં નવા કર્મચારીઓને લેવામાં સ્થાનિક કર્મચારીઓને કાઢી તંત્ર આદિવાસીઓ ને અંદરો અંદર લડાવવાની વૃત્તિ રાખે છે અને જેને લઈને આ સ્થાનિકોની માંગ નોકરીને બાબતે ઉગ્ર બની છે.
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં નોકરી માટે સ્થાનિક આદિવાસી લોકોની અવગણના કરવામાં આવી રહી છે. ખાનગી એજન્સીઓ સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપવાની વાત કરે છે પણ આપતા નથી હવે નવા લોકો ને નોકરી આપવાની વાત કરાય છે જયારે જુના સ્થાનિક આદિવાસીઓ ને કાઢી મુકવાની વાત થાય ત્યારે આટલા બધા પ્રોજેક્ટમાં ઘણી નોકરીઓ છે તો કેમ સ્થાનિકો ને નોકરી ન આપી બહાર ના જિલ્લામાંથી આવેલા ને રખાય છે તેમને કેમ કાઢવામાં નથી આવતા એમ જણાવી હવે ફરી નોકરીની માંગ બાબતે મધપૂડો છેડાયો છે સાથે જો અમારી નોકરીની માંગને સંતોષવામાં નહિ આવે તો એક હજાર જેટલા યુવાનો યુવતીઓ સ્ટેચ્યુ પર દેખાવો કરશે અને પ્રવાસીઓ ને અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી પણ આ લોકો એ આપી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





