સાગબારાના ટાવલ ગામે થી ખીચોખીચ ભરી લઇ જતા બાર બળદો સાથેની ટ્રક પોલીસે અટકાવી : બેની ધરપકડ કરી 

0
392

સાગબારા પોલીસે કતલખાને  લઈ જતા 12 બળદો, ટ્રક સહીત કુલ 6,18,500 મુદ્દામાલ જપ્ત કર્યો 

રાજપીપળા :રાજકોટ ના દેવપરા ગામથી મહારાષ્ટ્ર માં 12 જેટલા બળદો ને લઈ જતી ટ્રક ને સાગબારા પોલીસે અટકાવી બે વ્યક્તિઓ ની ધરપકડ કરી ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજકોટ અને મૂળ મહારાષ્ટ્ર ના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકામાં રહેતા નિઝામ રસુલ મીર ની ટ્રક માં મહારાષ્ટ્ર નંદુરબાર ના અનિશશેખ અકતરશેખ કુરેશી, અને અબ્દુલકરીમ અબ્દુલ લતીફ ટ્રકમાં 12 બળદો ખીચોખીચ હાલતમાં હલન ચલન કરી ન શકે તેવી સ્થિતિમાં ધાસચારા પાણીની સગવડ વગર દોરડાઓથી બાંધી કૃરતા પૂર્વક લઈ જતા હતા જેમાં લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે કતલ કરવાના ઇરાદે ભરી લઇ જતા હતા, તે બાબતે સાગબારા પોલીસ ને જાણ થતા સાગબારાના ટાવલ ગામ પાસે, સાગબારા પોલીસે વોચ રાખી આ ટ્રક ને અટકાવી તપાસ કરતા ટ્રકમાં ખીચોખીચ બળદો ભરેલા અને બાંધેલા હતા. જેથી પોલીસે અનિશશેખ અકતરશેખ કુરેશી,અને અબ્દુલકરીમ અબ્દુલ લતીફ ને ઝડપી તેમની સામે ગુનો નોંધી બળદ ,ટ્રક, અને મોબાઈલ મળી કુલ 6,18,500 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ પોસઈ વાય.એસ.શિરસાઠ કરે છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY