ગામમાં કોઈ પણ શુભ પ્રસંગો માં ડી જે ફટાકડા સહિતના ફાલતુ ખર્ચ ન કરવા સભા માં ઠરાવ
ગામમાં કોઈ ના પણ ઘરે શુભ પ્રસંગ હોય બેન્ડવાજા,ડી જે ,વી ડી ઓ શુટિંગ,ફટાકડા સહિતના ખોટા ખર્ચ ન કરી આ રકમ કરિયાવર કે બાળકો ના અભ્યાસ ના ઉપયોગમાં લેવાનો સાચો નિર્ણય
રાજપીપળા : હાલ આખા દેશ માં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ખાસ ડી જે ફટાકડા સહીત અય દેખા દેખી ની હરીફાઈ માં ફાલતુ ખર્ચ કરાય છે જેાં ફક્ત વટ પાડવા સિવાય કોઈ ખાસ કારણ જણાતું નથી ત્યારે નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના ડુરચા ગામના ગ્રામજનો એ ગત તારીખ 6 ડિસેમ્બરે ગામના ભાથીજી મંદિર ખાતે ગામનાજ એક વડીલ જાનકીભાઇ ની અધ્યક્ષતા માં યોજી જેમાં ગ્રામજનો દ્વારા એવો ઠરાવ કરવામાં આવ્યો કે ગામમાં કોઈ પણ શુભ કાર્ય કે પ્રસંગો માં બેન્ડવાજા,ડી.જે,વીડીઓ શુટિંગ,ફટાકડા સદંતર બંધ કરી પ્રતિબંધ લાવવો ત્યારે આ ઠરાવ ને ગ્રામજનો એ સર્વસંમતિ થી મંજુર કરી આવકાર્યો હતો,વધુ માં ઉમેર્યું કે આ ઠરાવ નું ઉલ્લઘન કરનાર કુટુંબ કે વ્યક્તિ ને ગ્રામજનો કોઈ સહકાર આપશે નહીં અને ગ્રામજનો તેમનો આ બાબતે જે તે યોગ્ય નિર્ણય લેશે સાથે આ તમામ બાબતો બહારના વિસ્તાર કોઈ વ્યક્તિઓ પણ ગામમાં લઈને પ્રવેશ કે ઉપયોગ નહિ કરવા ઠરાવ માં સૂચન કરવામાં આવ્યું છે.
આમ લગ્ન જેવા અન્ય શુભ પ્રસંગો માં થતા ફાલતુ ખર્ચ બંધ કરી એટલા રૂપિયા દીકરી ના ભવિષ્ય માં ઉપયોગ માં લેવાય કે અન્ય અભ્યાસ કે ધંધા માં વપરાય એવા સારા આશય રહી ગ્રામજનો એ લીધેલો આ નિર્ણય સૌ એ દિલ થી સ્વીકાર્યો હતો ત્યારે ગરુડેશ્વર ના આ નાનકડા ગામ ના ગ્રામજનો ના આ નિર્ણય પર થી દરેક લોકો એ શીખ લેવી જોઈએ એ લાગી રહ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





