સરકાર પોતાની વોટબેન્ક ઉભી કરવા નર્મદા જિલ્લામાં તાલુકા ની સંખ્યા વધારે છે પણ પાણી,રસ્તા ,સ્મશાન જેવી જરૂરી સુવિધાઓ માં આપવામાં અખાડા
ગામમાં સ્મશાન તો છે પણ ફક્ત કહેવા માટે નું જણાય છે ,સ્મશાને મૃતદેહ લઈ ગયા બાદ મડદા ને બાળવા લાકડા કે અન્ય કોઈ વ્યવસ્થાના ઠેકાણા નથી
રાજપીપળા: નર્મદા જિલ્લો ભરૂચ થી અલગ થયા ને વિસ વર્ષ થી વધુ સમય થયો પરંતુ આ જિલ્લા માં અનેક તકલીફો જોવા મળે છે ત્યારે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી વખતે વોટ બેંક ઉભી કરવા જિલ્લા માં તાલુકાઓ અલગ કરવામાં આવે છે પણ ત્યાં પાયાની સુવિા આપવામાં સરકાર તદ્દન નિષ્ફળ જણાય છે ત્યારે આ તમામ તકલીફો આમ જનતા વેઠી રહી છે પરંતુ જે જે તાલુકા કે જિલ્લાઓ માં જીવિત વ્યક્તિઓ ને પડતી તકલીફ નો અંત એના મૃત્યુ સુધી પણ આવતો નથી એવોજ દાખલો નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે જોવા મળે છે .
તિલકવાડા તાલુકો જરૂર જાહેર થયો છે પરંતુ પ્રોપર તિલકવાડા ગામમાંજ પાયાની સુવિધા માટે લોકો તરસી રહ્યા છે જેમાં જીવતા જીવત વર્ષો સુધી ભોગવેલી તકલીફ છેક મૃત્યુ સુધી ત્યાંની ત્યાં રહે છે કેમ કે આ ગામમાં મૃતક ને બાળવા માટે સ્મશાન ના પણ ઠેકાણા નથી અને ગામના નદી કિનારા તરફ મડદા ને લઈ જવાય છે ત્યાં ભેખડ પર આવેલા કહેવાતા સ્મશાન તરફ જતા રસ્તા ના પણ ઠેકાણા નથી કે યોગ્ય જમીન નથી એમ ગ્રામજનો નું કહેવું છે જોકે તંત્ર ને આવી ઘણી બાબતે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ સાંભળનાર નથી ત્યારે જીવિત વ્યક્તિ એ ભોગવેલી તકલીફ છેક મરતા સુધી ભોગવતા રેહનાર સ્થાનિક લોકો માં ભારે રોષ જોવા મળે છે .
બોક્ષ : તિલકવાડા ના સરપંચ અરુણભાઈ એ જણાવ્યું કે સ્મશાન તો છે પણ ભેખડ પર છે માટે રસ્તા ની તકલીફ પડે જયારે પાણીની તકલીફ તો વર્ષો થી છે જેમાં ગામમાં 60 વર્ષ જૂની પાણીની લાઈનો અને 23 વર્ષ જૂની પાણીની ટાંકી ના કારણે પાણી ની સમસ્યા છે પણ અમે આ માટે ડી ડી ઓ ,કલેક્ટર અને મંત્રી ને પણ રજુઆત કરી છે ત્યારે આગળ શું થાય એ જોઇશુ.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




