ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમાના માર્ગદર્શન મુજબ રાખવામા આવેલ નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી, એસ.ઓ.જી.ની ટિમ સાથે વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમા હાજર હતા દરમ્યાન બાતમી ના આધારે વાલીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-। ૧૯/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૪૪૭,૩૭૯,૪૧૬,૧૧૪ મુજબના ગુનાના કામનો આરોપી નફીસખાન નેકશાખાન પઠાણ ઉ.વ. ૩૩ રહે. ક્રીશ્નાનગર વાલીયા નાઓને આજરોજ તા.૦૯/૧૨/૨૦૧૮ના કલાક ૧૩/૦૦ વાગે સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી વાલીયા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






