જોવા લાયક દરેક સ્થળ ના ભાવ અને ટિકિટ અલગ રાખવા ના બદલે એકજ ટિકિટ રાખી અમુક સ્થળ બંધ હોવાથી વારંવાર હોબાળો

ક્યારેક ફ્લાવર ઓફ વેલી ક્યારેક લેસર શો તો ક્યારેક લિફ્ટ બંધ હોવા છતાં ટિકિટ એકજ ભાવ ની અપાતા પ્રવાસીયો ના પૈસા નું પુરુ વળતર મળતું નથી
રાજપીપળા : નર્મદા જિલ્લા ના કેવડિયા સ્તિથ બનેલી વિશ્વ ની ૌી ઊંચી સરદાર ેલ ની પ્રતિમા એલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા લખો પ્રવાસીયો અત્યારસુધી આવ્યા પણ શરૂઆત ના થોડા દિવસો ને બાદ કરતા છાસવારે અહીંયા કોઈ ને કોઈ સ્થળ માં ક્ષતિ કે અન્ય કારણોસર બંધ હોવાથી પ્રવાસીયો ત્યાં જઈ શકતા નથી છતાં ટિકિટના રૂપિયા પુરાજ લેવાતા હોવાથી સ્વાભાવિક છે કર પ્રવાસીયો માં નારાજગી થાય ત્યારે હાલ ઘણા સમય થી સ્ટેચ્યુ સ્થળ પર વારંવાર લિફ્ટ ખોટકાય કે ફ્લેવર ઓફ વેલી બંધ કરાય કે લેસર શો કોઈક કારણોસર બંધ હોવાથી બહાર ના મોટા શહેરો માંથી આવેલા પ્રવાસીયો ને અમુક જગ્યા જોવા ન મળે ઉપર થી તંત્ર દ્વારા ટિકિટ ના પૈસા પુરા વસુલ કરાતા હોય સાથે દૂર દૂર ના શહેરો માંથી આવતા પ્રવાસીઓ ને ટ્રાવેલિંગ ખર્ચ પણ માથે પડતા આખરે એમનો મિજાજ છટકે એ સાચું છે માટે સ્ટેચ્યુના લાગતા વળગતા અધિકારીઓ એ અન્ય પ્રવાસનાન સ્થળો ની જેમ દરેક જોવા લાયક જગ્યા ની ટિકિટ અલગ રાખવી જોઈએ જેથી જેને જે જોવું હોય એ સ્થળ જોઈ શકાય અથવા કોઈ પાસે પૈસા ઓછા હોય તો પણ એના બજેટ મુજબ એ જગ્યા જોઈ શકે પરંતુ સ્ટેચ્યુ પર તો અમુક સ્થળ બંધ હોવા છતાં ટિકિટ ના પુરા 350 રૂપિયા વસુલાતા પ્રવાસીયો ની વારંવાર માથાકૂટ થઈ રહી છે માટે એમાં સુધારો જરૂરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





